Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦ ફુટ ઊંચે ગૅલરીમાંથી પડેલો ૩ વર્ષના છોકરાનો થયો ચમત્કારિક બચાવ

૨૦ ફુટ ઊંચે ગૅલરીમાંથી પડેલો ૩ વર્ષના છોકરાનો થયો ચમત્કારિક બચાવ

21 October, 2019 08:39 AM IST | પ્રધાનપુર, યૂપી

૨૦ ફુટ ઊંચે ગૅલરીમાંથી પડેલો ૩ વર્ષના છોકરાનો થયો ચમત્કારિક બચાવ

બાળકનો થયો ચમત્કારિક બચાવ

બાળકનો થયો ચમત્કારિક બચાવ


ખરેખર રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત ફરી એક વાર ઉત્તર પ્રદેશના પ્રધાનપુરમાં ઘટી. શુક્રવારે ત્રણ વર્ષનો પર્વ તેના ઘરની ગૅલેરીમાં રમી રહ્યો હતો અને ત્યાંથી બૅલૅન્સ જતાં તે નીચે પડ્યો હતો. જોકે એ જ વખતે નીચેથી એક રિક્ષા બહુ ધીમી ગતિએ પસાર થઈ રહી હતી અને એમાં પર્વ ઝીલાઈ ગયો.એમ છતાં તેના પિતા આશીષ અને મમ્મી પૂર્ણિમા જૈન તરત જ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરાયો હતો.

આ પણ જુઓઃ આ છે દુનિયાના સૌથી મોંઘા હીરા, કિંમત જાણીને ભલભલાના છૂટી જશે પસીના



તેમના ઘરની બહાર લાગેલા સીસીટીવી કૅમેરામાં જ્યારે દીકરાને પડવાનું દૃશ્ય તેમણે ચેક કર્યું તો પેરન્ટ્સના પગ તળેથી ધરતી સરકી ગઈ. જે દિલધડક ફિલ્મી સ્ટાઇલમાં રિક્ષાએ બાળકનો જીવ બચાવ્યો હતો એમાં જો એકાદ પળનો પણ આમતેમ ગોટાળો થયો હોત તો આજે સ્થિતિ જુદી હોત. આશીષ જૈન વેપારી છે અને તેમણે આ ફુટેજ જોયા પછી પેલા રિક્ષાવાળા મનોહર ભટ્ટને પાછો બોલાવ્યો હતો અને તેની રિક્ષા રિપૅર કરાવી આપવાનું કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 08:39 AM IST | પ્રધાનપુર, યૂપી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK