ઉત્તર પ્રદેશના પોલીસ-ચીફે અંધશ્રદ્ધા સામે ઝુંબેશ ચલાવવા માટે રચ્યું pk-OMG ટ્રસ્ટ

Published: 6th January, 2015 06:12 IST

આમિર ખાન અભિનીત ફિલ્મ ‘pk’થી પ્રભાવિત થઈને ઉત્તર પ્રદેશના ઇન્સ્પેક્ટર જનરલ (સિવિલ ડિફેન્સ) અમિતાભ ઠાકુરે ગઈ કાલે એક ટ્રસ્ટની રચના કરી હતી. આ ટ્રસ્ટ અંધશ્રદ્ધા વિરુદ્ધની ઝુંબેશ ચલાવશે અને લોકોને તર્કસભર અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે.


અંધશ્રદ્ધાવિરોધી અને રૅશનલિઝમના ક્ષેત્રમાં કામ કરતા લોકોને ટેકો આપવા માટે રચાયેલા ટ્રસ્ટની માહિતી આપતાં અમિતાભ ઠાકુરે કહ્યું હતું કે ‘ઉમેશ શુક્લ દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘OMG ઓહ માય ગૉડ!’ અને રાજકુમાર હીરાણી દિગ્દર્શિત ફિલ્મ ‘pk’નાં નામોનો આધાર લઈને અમે ‘pk-OMG’ ટ્રસ્ટની રચના કરી છે.’

ટ્રસ્ટની રચનાના વિચારની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ બન્ને ફિલ્મો ઈશ્વરના અસ્તિત્વ, સમાજમાં ધર્મનું સ્થાન અને ધર્મના નામે દેશભરમાં ચાલતા ધતિંગ સામે પાયાના સવાલ ઉઠાવે છે. એથી આ ગંભીર મુદ્દાઓ પ્રત્યે સામાન્ય લોકોનું ધ્યાન આકર્ષાયું છે. મુક્ત વિચાર તથા આઇડિયાને મોકળાશ આપવાને બદલે કેટલાક લોકો બિનજરૂરી વિરોધ કરી રહ્યા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK