મહિલા ઈન્સ્પેક્ટરે લાફો માર્યો તો 35 ગામની લાઈટ જતી રહી, જાણો કેમ?

Published: 24th November, 2020 16:53 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મહિલા ઈન્સ્પેક્ટરનું 18 નવેમ્બરે જ પ્રમોશન થયુ હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશમાં એક અજીબ ઘટના બની છે. એક સબ સ્ટેશન ઓપરેટર (એસએસઓ)ને પેટમાં દુખાવો થતો હોવાથી દવા લેવા ઘરની બહાર નિકળ્યો હતો. જોકે તેણે માસ્ક પહેર્યુ ન હોવાથી એક મહિલા પોલીસ અધિકારીએ તેને ચાર રસ્તા ઉપર પકડ્યો અને તેને દંડ કર્યો હતો.

આ એસએસઓ જ્યારે કોઈકને ફોન કરવા માટે ખીસામાં હાથ નાખીને મોબાઈલ કાઢ્યો તો આ મહિલા અધિકારીએ તેનો મોબાઈલ છીનવી લીધો હતો તેમ જ લાફો માર્યો અને જેલમાં બંધ કરી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પાવર કોર્પોરેશનના કર્મચારીઓને ગુસ્સો આવ્યો હતો. આ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં જઈને પ્રદર્શન કર્યુ હતું. ત્યારબાદ વિદ્યુત ઉપકેન્દ્રમાં આંદોલન કર્યુ. ત્યારબાદ 35 ગામોની વીજળી સપ્લાઈ બંધ કરી દીધી હતી. આમ આ વાત ખૂબ જ આગળ વધી હતી.

આખરે સાંજે આ કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યુ કે સંબંધિત કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. આખો દિવસ ચાલેલી આ ધમાલમાં કુલ છ કલાક સુધી લાઈટ હતી જ નહીં, એમ અમરઉજાલાના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.

કુંવરગામ પોલીસ સ્ટેશનની ઈન્સ્પેક્ટર શર્મિલા શર્માએ સવારે દસ વાગ્યે એસએસઓ સુનિલ કુમારને પકડ્યો હતો અને આ ઘટના બની હતી. સુનિલને મેડિકલ સ્ટોરમાં જવુ હતું. સુનિલનું કહેવુ છે કે, તેણે એક પરિચીત પાસેથી 100 રૂપિયા ઉધાર લઈને આ ઈન્સ્પેક્ટરને આપ્યા હતા તેમ છતા તેને લાફો મારવામાં આવ્યો, મારપીટ કરવામાં આવી અને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો.    

વિદ્યુત ઉપકેન્દ્રના વિસ્તારમાં સાડા આઠ હજાર કનેક્શન ઉપર પ્રતિકૂળ અસર પડી હતી. આમાં સાત હજાર ઘરના કનેક્શન, 124 કમર્શિયલ કનેક્શન, 26 ટકા ચક્કી, ડોઢ હજાર ટ્યૂબવેલનો સમાવેશ છે. કર્મચારીઓએ માગણી કરી કે મહિલા ઈન્સપેક્ટર માપી માગે. દંડ ચૂકવ્યો હોવા છતાં તેની મારપીટ કરવામાં આવી હતી. આ મહિલા ઈન્સ્પેક્ટરનું 18 નવેમ્બરે જ પ્રમોશન થયુ હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK