અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા-ડીનો પ્લાન બી

Published: Nov 03, 2019, 13:44 IST | તમંચા વિવેક અગરવાલ | મુંબઈ

દાઉદ પાક-અફઘાન આતંકવાદી સંગઠનો માટે આવી રહેલા ધનનો સંગ્રહ કરીને એને ધોળાં કરીને કાયદેસર બનાવીને અને પછી એ જ ધન કોઈ કંપની કે સંગઠન મારફત આતંકવાદી સંગઠનો સુધી પહોંચાડી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દરેક વ્યક્તિનો એક પ્લાન હોય છે. જો ‘એ’ પ્લાન કારગત ન નીવડે તો તેનો પ્લાન ‘બી’ પણ હોય છે. અને વાત જ્યારે ગૅન્ગસ્ટર દાઉદની હોય તો તેનો પ્લાન ‘બી’ તો શું, પ્લાન ‘ઝેડ’ પણ હોય તો નવાઈ નહીં. અત્યારે તો તેના પ્લાન ‘બી’ની જ વાત કરીએ...
એ દિવસોમાં આ સમાચારે ગુપ્તચર એજન્સીઓને આંચકો આપ્યો કે દાઉદ બહામાસની બૅન્ક ઑફ બરોડામાંથી કાળાં નાણાંને ધોળાં બનાવી રહ્યો છે. બહામાસના નસાઉ નામના શહેરમાં બૅન્ક ઑફ બરોડાની એક શાખા આવેલી છે.
એ દિવસોમાં દેશ-વિદેશના કેટલાક પત્રકારોએ દુનિયાભરમાં કાળું નાણું અને એને ધોળાં બનાવવાનાં સ્થળો વિશે એક લાંબું અભિયાન ચલાવ્યું હતું. એ દરમ્યાન બહાર આવ્યું કે દાઉદ પાક-અફઘાન આતંકવાદી સંગઠનો માટે આવી રહેલા ધનનો સંગ્રહ કરીને એને ધોળાં કરીને કાયદેસર બનાવીને અને પછી એ જ ધન કોઈ કંપની કે સંગઠન મારફત આતંકવાદી સંગઠનો સુધી પહોંચાડી રહ્યો છે. ભારત સરકારનાં ઉચ્ચ હોદ્દો ધરાવતાં સૂત્રોએ જણાવ્યું કે દુબઈનાં ત્રણ કરન્સી એક્સચેન્જ - અલ જરૌની એક્સચેન્જ, દુબઈ એક્સચેન્જ અને અલ દરહમ એક્સચેન્જ થકી બૅન્ક ઑફ બરોડાની નસાઉ શાખામાં લાખો ડૉલર જમા થયા. બૅન્ક ઑફ બરોડાના મૅનેજમેન્ટે એ સ્પષ્ટ કર્યું કે બૅન્ક ધનના વ્યવસાયમાં છે અને જે ધનનું આદાન-પ્રદાન થયું છે એ વૈશ્વિક સ્તરે રોજ બનતી ઘટના છે, એમાં કશું ખોટું નથી.
આ અહેવાલમાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે દાઉદ વર્ષ દરમ્યાન બનાવટી કંપનીઓ મારફત આશરે ૩૫ લાખ ડૉલરની લેણ-દેણ આ કાળા ધંધા માટે કરે છે. ૨૦૧૧માં ભારતે પાકિસ્તાન સરકારને એક દસ્તાવેજ સોંપ્યો, જેમાં સંયુક્ત આરબ અમીરાતના નિવાસી ૧૧ લોકોનાં નામ હતાં. તેમને દાઉદનાં કાળાં નાણાંને ધોળાં કરવામાં સહયોગી ગણાવવામાં આવ્યા હતા. આ દસ્તાવેજમાં અલ દિરહમ કરન્સી એક્સચેન્જ, અલમાસ ઇલેક્ટ્રૉનિક્સ, યુસુફ ટ્રેડિંગ, રીમ યુસુફ ટ્રેડિંગ, ફલૌદી ટ્રેડિંગ કંપની, ગલ્ફ કોસ્ટ રિયલ એસ્ટેટનાં નામ મુખ્ય હતાં. એ સામે બેઠાં-બેઠાં દાઉદ અને તેની ગૅન્ગની માહિતી આપી રહ્યો છે. સાથે જ ચહેરા પર થોડો ગુસ્સો પણ છલકાઈ રહ્યો છે...
‘યાર, આપણે શા માટે આટલા લાચાર છીએ. અમેરિકા તો પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને મારે છે. આપણે શા માટે આવું ન કરી શકીએ. બધા જાણે છે, છતાં હાથ બાંધીને બેઠા છે... ધૂળ પડી, હદ છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK