Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > USA અને બ્રાઝિલે હજુ સુધી ધિરાણ પરત ન કરતા UN ઓફિસની લિફ્ટ અને એસી બંધ

USA અને બ્રાઝિલે હજુ સુધી ધિરાણ પરત ન કરતા UN ઓફિસની લિફ્ટ અને એસી બંધ

12 October, 2019 07:30 PM IST | Geneva

USA અને બ્રાઝિલે હજુ સુધી ધિરાણ પરત ન કરતા UN ઓફિસની લિફ્ટ અને એસી બંધ

સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ઓફિસ (PC : Glassdoor)

સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ઓફિસ (PC : Glassdoor)


Geneva : વિશ્વના 128 દેશોથી ચાલનાર સંયુક્ત (UN) રાષ્ટ્રનું હવે ભંડોળ પુરૂ થઇ ગયું છે. યુએનના કર્મચારીઓનો પગાર પણ અટકી પડે તેવી પરીસ્થિતી ઉભી થઇ રહી છે. મળી રહેલ માહિતી પ્રમાણે UN ઓફિસમાં વીજળીના ખર્ચને ઘટાડવા માટે એસી અને લિફ્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આવી જ પરિસ્થિતી રહેશે તો આવનારા સમયમાં કર્મચારીઓને ચુકવવાના પગાર પણ અટકી જવાનો ભય ઉભો થયો છે.

અમેરિકા અને બ્રાઝિલ સહિતના દેશોએ હજુ UN ને નાણા નથી ચુકવ્યા
મળી રહેલ માહિતી પ્રમાણે હાલ બ્રાઝીલ, અમેરિકા સહિત કેટલાક દેશોને સંયુક્ત રાષ્ટ્રએ આપેલા ધિરાણ હજુ સુધી પરત નહીં મળતા યુએનને મૂળભૂત સુવિધાઓ બંધ કરવાની ફરજ પડી છે. અહેવાલો પ્રમાણે યુએન ઓફિસમાં વીજળી ખર્ચને ઘટાડવા એર કંડીશન (એસી) તથા લિફ્ટ બંધ કરવામાં આવ્યા છે. હવે તો સ્થિતિ ત્યાં સુધી પહોંચી છે કે કર્મચારીઓને ચુકવવામાં આવતા વેતન પણ અટકી પડે તેવી દહેશત છે.

હાલ 37 કર્મચારીઓના પગાર માટે UN સતત પ્રયત્ન કરી રહ્યું છે
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે આશરે 37 હજાર કર્મચારીના વેતનની વ્યવસ્થા કરવા તે સતત પ્રયત્ન કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસિચવ એન્ટોનિયો ગુટેરેસે આ અંગે કર્મચારીઓને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે યુએન છેલ્લા એક દાયકામાં ભંડોળની સૌથી મોટી અછતની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ સંજોગોમાં મહિનાના અંતમાં સ્ટાફ અને વેન્ડર્સને ચુકવણી કરવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.


અમેરિકાએ 1 અબજ ડોલર ચુકવવાના બાકી
સંયુક્ત રાષ્ટ્ર મેનેજમેન્ટના વડા કેથેરીન પોલાર્ડે મહાસભાની બજેટ સમિતિને માહિતી આપી છે કે 128 રાષ્ટ્રોએ યુએનને કામગીરી ચલાવવા માટે 4, ઓક્ટોબર સુધી 1.99 અબજ ડોલરની ચુકવણી કરી છે. પોલાર્ડે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ 65 જેટલા દેશ પાસેથી 1.386 અબજ ડોલરની મોટી રકમ મેળવવાની બાકી છે, જેમાં અમેરિકા પાસેથી 1 અબજ ડોલરની બાકી વસૂલાતની રકમનો પણ સમાવેશ થાય છે.તેમણે જણાવ્યું હતું કે તાજેતરના કેટલાક વર્ષોમાં નિયમિત બજેટમાં રોકડ રકમને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે.

આ પણ જુઓ : PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ખર્ચ કાપની વાત કરી
સંયુક્ત રાષ્ટ્ર ભંડોળની અછતનો સામનો કરી રહ્યું છે. તેને લીધે યુએનમાં યોજાનારી બેઠકો પણ રદ્દ કરવામાં આવી રહી છે. સત્તાવાર યાત્રાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે. દસ્તાવેજ ઈશ્યુ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. એસ્ક્લેટર બંધ થઈ ગયા છે. એસી અને હિટરના વપરાશને બંધ કરવામાં આવ્યા છે. આ અગાઉ સોમવારના રોજ મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વભરમાં ફેલાયલા કાર્યાલયોમાં ખર્ચ કાપ માટે આદેશ આપ્યા હતા. તેમણે આ કાર્યાલયોના વડાઓને ઈમર્જન્સી ઉપાય અપનાવવા કહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 07:30 PM IST | Geneva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK