યુનાઈટેડ નેશન્સ (યુએન)માં ઐતિહાસિક મતદાનમાં છેવટે ભાંગને દવાના સ્વરૂપમાં માન્યતા આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ભલામણ પછી સંયુક્ત રાષ્ટ્ર માદક પદાર્થ આયોગે ભાંગને માદક પદાર્થની યાદીમાંથી હટાવી દીધી છે.
આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના માદક પદાર્થોની યાદીમાં હેરોઇનની સાથે ભાંગનો પણ સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય છે કે ભાંગનો ઉપયોગ હજારો વર્ષોથી નશો અને દવાના સ્વરૂપમાં ઉપમહાદ્વીપ સહિત સમગ્ર વિશ્વમાં થતો રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં દવાના સ્વરૂપમાં માન્યતા આપ્યા પછી પણ ભાંગ હજી પણ બિનમેડિકલ ઉપયોગ માટે પ્રતિબંધિત છે. ભાંગને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત માદક પદાર્થોની યાદીમાંથી કાઢવા મતદાન થયું હતું. તેમા 27 સભ્યોએ તરફેણમાં અને 25 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યુ હતુ. ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને રશિયાએ આ ફેરપારનો વિરોધ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની માન્યતા પછી તે દેશોને તેનાથી ફાયદો તશે જ્યાં ભાંગની દવાની માંગ વધી રહી છે. તેની સાથે હવે ભાંગનો દવાના રૂપમાં ઉપયોગ કરવા માટે સંશોધન વધી શકે છે.
ભારતમાં ભાંગનો ઉપયોગ હજારો વર્ષોથી થઈ રહ્યો છે. ભાંગનો ધાર્મિક ક્રિયાકાંડોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં ઇસવીસન પૂર્વે અને મિસર તથા પ્રાચીન યુનાનમાં ભાંગનો ઉપયોગ દવાના સ્વરૂપમાં કરવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્રએ માન્યતા આપતે હવે આ દેશો અન્ય દેશોને ભાંગની દવાના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી શકે છે. વિશ્વભરમાં 50થી વધુ દેશોમાં ભાંગનો સારવાર માટે ઉપયોગ થઈ રહ્યો છે.
કેનેડા, ઉરુગ્વે અને અમેરિકાના 15 રાજ્યોમાં શોખ માટે ભંગના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં પણ તેનો મોટાપાયા પર ઉપયોગ થાય છે. હોળી પર તો તેની માંગમાં મોટો વધારો થાય છે. હવે મેક્સિકો અને લક્ઝમબર્ગ પણ ભાંગને માન્યતા આપવા જઈ રહ્યા છે.
માદક પદાર્થના સુધારા સાથે જોડાયેલા એક સ્વયંસેવી સંગઠનનું કહેવું છે કે ભાંગને સંયુક્ત રાષ્ટ્રમાંથી માન્યતા મળવી તે કરોડો લોકો માટે સારા સમાચાર છે. લોકો દવાના સ્વરૂપમાં પણ ભાંગનો ઉપયોગ કરે છે. ભાંગ આધારિત દવાઓની વધતી માંગ તેનું પ્રતિબિંબ પાડે છે.
તેમણે કહ્યું હતું કે મેડિસિનના સ્વરૂપમાં તેના ઉપયોગની માંગ ઘણા સમયથી પડતર હતી. ભાંગ પર પ્રતિબંધિત કોલોનિયમ વિચાર અને રંગભેદનું પરિણામ હતું. ભાંગના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
અમેરિકામાં તિરંગા સાથે દેખાવ કરનાર સામે ભારતમાં ફરિયાદ
10th January, 2021 14:59 ISTCOVID-19: UK અને ભારતમાં હવાઈ મુસાફરીઓ માટે RT PCR ટેસ્ટ ફરજિયાત રહેશે
9th January, 2021 13:12 IST8 જાન્યુઆરીથી શરૂ થશે UKની ફ્લાઈટ્સ, પ્રવાસીઓ માટે હવે નવી ગાઈડલાઈન્સ
2nd January, 2021 16:51 ISTટ્રમ્પે H1-B વિઝાને સ્થગિત કરવાની મુદત 31 માર્ચ સુધી લંબાવી
2nd January, 2021 10:57 IST