Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સર્વદળીય બેઠક બાદ કેન્દ્ર સરકારનું નિવેદન, શિવસેનાને વિપક્ષમાં સ્થાન

સર્વદળીય બેઠક બાદ કેન્દ્ર સરકારનું નિવેદન, શિવસેનાને વિપક્ષમાં સ્થાન

17 November, 2019 04:34 PM IST | Mumbai Desk

સર્વદળીય બેઠક બાદ કેન્દ્ર સરકારનું નિવેદન, શિવસેનાને વિપક્ષમાં સ્થાન

સર્વદળીય બેઠક બાદ કેન્દ્ર સરકારનું નિવેદન, શિવસેનાને વિપક્ષમાં સ્થાન


સોમવારથી શરૂ થતાં સંસદના શીતકાલીન સત્ર માટે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી તરફથી રવિવારે સર્વદળીય બેઠક (All party meeting) બોલાવવામાં આવી જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી (PM Narendra Modi), કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી થાવર ચંદ ગેહલોત, અર્જુન રામ મેઘવાલ, કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત વિભિન્ન દળોના નેતાઓએ હાજરી આપી. આમાં સંસદની કાર્યવાહી સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે ચલાવવાના મામલે વાતચીત થઈ.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે એનડીએની બેઠકમાં શિવસેના નથી આવી રહી. તેના મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તે કૉંગ્રેસ સાથે કામ કરે છે. તેણે વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો છે. આ જોતાં અમે રાજ્યસભા અને લોકસભામાં કેને વિપક્ષની સીટ અલૉટ કરી છે.



ગઇ કાલે શનિવારે પણ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તરફથી પણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિપક્ષી પાર્ટીઓના નેતા પહોંચ્યા હતા. વિપક્ષના નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે 17મી લોકસભાનું પહેલું સત્ર સરકારે વિધાયી અજેન્ડાના નામે રહ્યું હતું. એવામાં આ બીજા સત્રમાં જનતા સાથે જોડાયેલ મુખ્ય સવાલો ઉઠાવવા માટે વધારે સમય આપવામાં આવવો જોઇએ. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદનું શીત સત્રમાં રાજકારણની ગરમી પણ દેખાશે. વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ સાથે મુદ્દાઓ પર વાદવિવાદ માચે વધારે સમય આપવાની માગણી મૂકી છે.


શીત સત્રમાં રસપ્રદ એ રહેશે કે મહારાષ્ટ્ર ચૂંટણી બાદ ભાજપથી અલગ થયેલી શિવસેના હવે વિપક્ષદળમાં દેખાશે. કાલે થયેલી સ્પીકરની સર્વદળીય બેઠકમાં અંતિમ કેટલીક મિનિટો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા. વિપક્ષ પાર્ટીઓએ લોકસભા અધ્યક્ષને કહ્યું કે બિલ રજૂ કરતાં પહેલા પરિપાટીના હિસાબ ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ પહેલા સરકાર માહિતી આપે જેથી તેમને તૈયારીની તક મળી શકે. આ વખતે વિપક્ષ એકાએક સદનમાં બિલ લાવીને અધ્યયની તક વગર પારિત કરાવવાનું વર્તન સ્વીકાર નહીં કરે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 04:34 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK