ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ, ટ્વીટ કરીને આપી માહિતી

Published: Aug 02, 2020, 17:09 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

મારી રિક્વેસ્ટ છે કે તમારામાંથી જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તો પ્લીઝ પોતાને આઇસોલેટ કરી લેવા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો

અમિત શાહ (ફાઇલ ફોટો)
અમિત શાહ (ફાઇલ ફોટો)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના વાયરસ સંક્રમિત આવ્યા છે.આ અંગે માહિતી તેમણે પોતે જ ટ્વીટ કરીને આપી છે. શાહે ટ્વીટમાં લખ્યું છે કે, "કોરોના સંક્રમણના શરૂઆતના લક્ષણો દેખાતા મેં તપાસ કરાવી. મારો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે પણ ડૉક્ટર્સની સલાહ થકી હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી રિક્વેસ્ટ છે કે તમારામાંથી જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તો પ્લીઝ પોતાને આઇસોલેટ કરી લેવા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો."

નોંધનીય છે કે તાજેતરમાં જ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા તેમની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે. યોગી આદિત્યનાથ સરકારમાં શિક્ષા મંત્રી કમલરાની વરુણનું આજે રવિવારે નિધન થઈ ગયું છે. તો વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને કારણે સંજય ગાંધી પીજીઆઇમાં દાખલ હતા. આ સૂચનાઓ બાદ યોગી આદિત્યનાથે આજની પોતાની અયોધ્યા અને બારાબંકી વિઝિટ રદ કરી અને મંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK