બ્રિટનમાં બેરોજગારોની સંખ્યા ૩૦ લાખ પર પહોંચવાની શક્યતા

Published: 30th December, 2011 05:17 IST

૨૦૧૨ના અંત સુધીમાં બ્રિટનમાં બેરોજગાર વ્યક્તિઓની સંખ્યા વધીને ૩૦ લાખ થવાની સંભાવના છે. ચાર્ટર્ડ ઇન્સ્ટીટ્યુટ ફૉર પર્સનલ ડેવલપમેન્ટ નામની એજન્સીના જણાવ્યા મુજબ નવેમ્બરમાં ૨૬.૪ લાખ લોકો બેરોજગાર હતા.

 

છેલ્લાં ૧૪ વર્ષોમાં બેરોજગારીનો આ સૌથી ઊંચો આંક છે. વડા પ્રધાન ડેવિડ કૅમેરનની આગેવાની હેઠળની સરકાર અત્યારે સરકારી નોકરીઓમાં છટણી કરી રહી છે અને ખાનગી ક્ષેત્રની રોજગારી આપવાની ક્ષમતા પણ ઘટી છે એને કારણે ૧૯૯૦ બાદ ૨૦૧૨નું વર્ષ સૌથી નબળું બની રહેશે.  બ્રિટનમાં હાલમાં મોંઘવારીનો આંક ૪.૮ ટકા છે, પણ ટૂંક સમયમાં એ વધીને ૫.૩ ટકા થવાનું અનુમાન છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK