ભારત-ચીન વિવાદ શાંત પડ્યો નથીઃ વાયુસેના પ્રમુખ

Published: 29th September, 2020 15:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તેમના મતે સરહદમાં ન યુદ્ધ ન શાંતિ જેવી પરિસ્થિતિ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ઘણા સમયથી ભારત-ચીન સીમા વિવાદ ચાલી રહ્યો છે, બંને પક્ષ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. એક સમયે એવુ લાગ્યુ કે કદાચ વિવાદ શાંત પડશે પરંતુ આજે ભારતના વાયુસેના પ્રમુખે એક મોટુ નિવેદન આપ્યું છે. તેમના મતે સરહદમાં ન યુદ્ધ ન શાંતિ જેવી પરિસ્થિતિ છે.

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદૌરિયાએ પૂર્વી લદાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર કહ્યું કે આપણી પરિસ્થિતિ હાલમાં અસહજ અને ન યુદ્ધ ન શાંતિ જેવી પરિસ્થિતિ છે. એક સંમેલનમાં સંબોધન દરમિયાન એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યું કે વાયુસેનાએ સ્થિતિ પર ત્વરિત પ્રતિક્રિયા આપી છે અને તે ક્ષેત્રમાં કોઈ પણ દુસ્સાહસનો જવાબ આપવા માટે દ્રઢ સંકલ્પિત છે.

વાયુસેના પ્રમુખે કહ્યું કે આપણી ઉત્તરી સરહદ પર વર્તમાન પરિસ્થિતિ ન યુદ્ધ ન શાંતિ છે, જેવું તમને બધાને જાણ છે આપણા સુરક્ષા દળો કોઈ પણ પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે વધુમકા કહ્યું કે પૂર્વમાં હાંસલ કરવામાં આવેલ C17 ગ્લોબમાસ્ટર, ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર સાથે હાલમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ રાફેલ ફાઈટર વિમાનોથી વાયુસેનાની રણનીતિક ક્ષમતામાં વધારો થયો છે.

ભારતીય એરોસ્પેસ ઉદ્યોગથી જોડાયેલ એક સંમેલનમાં તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈ પણ સંઘર્ષમાં વાયુશક્તિ આપણી જીતમાં મહત્વની સાબિત થશે. તેથી જરૂરી છે કે આપણે આપણા દુશ્મનો વિરુદ્ધ ટેક્નિકલ શક્તિ હાંસલ કરીએ છે તે જાળવી રાખીએ.

ફ્રાંસમાં નિર્મિત પાંચ રાફેલ લડાકૂ વિમાન 10મી સપ્ટેમ્બરે આધિકારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થયા છે અને તે લદાખ ઉડાન ભરી રહ્યા છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે હલકા વજનના લડાકૂ વિમાન તેજસની બે સ્કોવડ્રન અને સુખોઈ-30 MKI વિમાનમાં અમુક સ્વદેશી હથિયારોને ખૂબ ઓછા સમયમાં લગાવી દેવા એ ભારતની સ્વદેશી સૈન્ય ઉપકરણ બનાવવાની ક્ષમતાને પ્રદર્શિત કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK