દાઉદ ઈબ્રાહિમના ક્રાઈમ સિન્ડિકેટમાં કોણ-કોણ, માહિતી આવી સામે

Published: 23rd August, 2020 14:29 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના કન્ટ્રક્શનથી લઈને ગેમ્બલીંગ અને આતંકવાદી નેટવર્કની સંપૂર્ણ માહિતી સામે આવી છે. દાઉદ પોતે પાકિસ્તાનમાં રહે છે પરંતુ તેની દરેક કંપનીઓના સરનામાં દુબઈના છે.

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ

વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના કન્ટ્રક્શનથી લઈને ગેમ્બલીંગ અને આતંકવાદી નેટવર્કની સંપૂર્ણ માહિતી સામે આવી છે. દાઉદ પોતે પાકિસ્તાનમાં રહે છે પરંતુ તેની દરેક કંપનીઓના સરનામાં દુબઈના છે.

આ કંપનીઓમાં – ઓસિસ ઓઈલ એન્ડ લિબ એલએલસી, અલ-નૂર ડાઈમંડ્સ, ઓસિસ પાવર એલસીસી, ડોલ્ફીન કન્સ્ટ્રક્શન, ઈસ્ટ વેસ્ટ એરલાઈન્સ (હાલ નિષ્ક્રિય છે), કિંગ વીડિયો અને મોઈન ગાર્મેન્ટ્સનો સમાવેશ છે.

ડી-કંપનીઓની આ જવાબદારી દાઉદના કુટુંબીઓ જ સંભાળે છે. આમાં સૌથી પહેલા જાવેદ ચુથાણીનું નામ આવે છે. તે પછી દાઉદના ભાઈ અનિસ અને છોટા શકીલનું નામ છે જે તેના અંડરવર્લ્ડના વિશ્વાસું ડોન છે.

જાવેદ ચુથાણી

ડોક્ટર તરીકે જાણીતા જાવેદ ચુથાણી પાકિસ્તાનના રહેવાસી છે અને દાઉદના નિયમિત સંપર્કમાં રહે છે. તે એક બુકી છે અને રિયલ એસ્ટેટમાં રસ ધરાવે છે. જાવેદ હાલ દાઉદનો નજીકનો માણસ ગણાય છે, તેના કુટુંબ સાથે પણ તેના સારા સંબંધ છે. કરાચીમાં જ્યાં દાઉદ રહે છે ત્યાં જ જાવેદ પણ રહે છે.

જાવેદની દીકરી યુકેમાં રહેતી હોય તેવી સંભાવના છે કારણ કે તેનો નંબર યુકેનો છે. ગેમિંગ બુકમાં જાવેદનું નામ ‘કમરાન’ છે. તે દિલીપ દુબઈ (ભારતીય મૂળના દુબઈમાં વસેલા) અને એક શોહેબ (ભારતીય મૂળના દુબઈમાં વસેલા)ની સંપર્કમાં છે. આ સિવાય જાવેદ દુબઈના તારીક અને દાઉદ વચ્ચે કુરિયર તરીકેનું પણ કામ કરે છે.

અનિસ ઈબ્રાહિમ

અનિસ ઈબ્રાહિમ પાસે દુબઈનો નંબર છે. છોટા શકીલની દીકરીના લગ્ન સમયે તે એક અજાણી વ્યક્તિ સાથે વાત કરતો હતો કે હોટેલની બુકિંગ મળવામાં મુશ્કેલી થઈ રહી છે. જેનું મુખ્ય કારણ વધુ લોકો હોઈ શકે છે. અનિસ આ બાબતે મુંબઈમાં હોટેલ બુકિંગનું કામ કરનારા કોઈ ચૌધરી સાથે વાત કરતો હતો.

અનિસ કોર્ડવર્ડમાં વાત કરતો હોય તેવુ જણાયુ હતુ- તે કહેતો કે ‘સમજ ગયા ના’. અગાઉ પણ દાઉદની બહેન હસિના પારકરના મૃત્યુના 40માં દિવસે અનિસે એક કલીમના માધ્યમે અલી શાહને પૈસા મોકલ્યા હતા.

છોટા શકીલ

દાઉદના નિકટના ગણાતા છોટા શકીલ પણ પાકિસ્તાનમાં જ રહે છે. હાલમાં જ તેણે દુબઈમાં એક જણને ફોન કરીને બર્થ ડે પાર્ટીમાં બોલાવ્યો હતો. (બર્થ ડે કદાચ દાઉદનો હોઈ શકે) ડી-કંપનીના દરેક વ્યક્તિ સાથે છોટા શકીલ કોન્ટેક્ટમાં છે.

જાવેદ ભાઈ

આ વ્યક્તિ દાઉદ સાથે મોટા ભાગે જોવા મળ્યો છે. દાઉદના પર્સનલ નંબર ઉપર પણ તે વાત કરતા હોવાનું જણાયું છે. તેને જાવર ભાઈ કે મોતી ભાઈ પણ લોકો કહે છે. દાઉદની અવેજીમાં તે પેમેન્ટ્સ અને બૅન્કિંગ સંબંધિત સૂચનાઓ આપે છે. મુંબઈનો એક નંબર પણ જાવેદની કોન્ટેક્ટમાં છે. તે મુખ્યત્વે દુબઈમાં દાઉદે જે સોસાયટી/અપાર્ટમેન્ટ બાંધ્યા હોય તેનું કામકાજ સંભાળે છે.

હાલમાં જ તેણે અમર જેબી (એક ભારતીય, જે પહેલા દુબઈમાં હતો) સાથે વાતચિત કરી હતી. આ વ્યક્તિએ કહ્યું કે તેણે સોસાયટી/અપાર્ટમેન્ટમાં ફ્લેટ/વિલા લેવા માટે તારીક સાથે વાત કરી પરંતુ તારીકે તેને કહ્યું કે પહેલા જાવેદ ભાઈની પરમિશન જોઈશે. આમ જણાય છે કે જાવેદ ભાઈનું ડી-કંપનીમાં કેટલુ વર્ચસ્વ છે.

તારીક

તારીક દુબઈમાં દાઉદનો ખાસ માણસ છે. તે છોટા શકીલ અને અન્ય ગૅન્ગ સાથે પણ સંપર્કમાં છે. દુબઈમાં પ્રોપર્ટીનો બિઝનેસ તે સંભાળે છે. છોટા શકીલની દીકરીના લગ્ન માટે તેણે એક સિરાજ નામના વ્યક્તિ સાથે તૈયારીઓની પણ વાતચિત કરી હતી. તેની ગર્લફ્રેન્ડ નેપાળમાં રહે છે, જે પહેલા મુંબઈમાં એક બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી.

યુકેમાં એક ફ્રેન્ડની ધરપકડ બાબતે તારીકે દાઉદ સાથે વાતચિત કરી હતી (કદાચ મ્યુઝીક કંપોઝર નદિમ-શ્રાવનની વાત હશે). તારીકે જ 2009/10માં ટોયોટાની બુલેટપ્રૂફ લેન્ડક્રૂઝર લઈને પાકિસ્તાન દાઉદને મોકલી હતી. તારીકનો આસિસટન્ટ અલ્તાફ છે.

ઈકબાલ

દાઉદના પાકિસ્તાન અને દુબઈમાં કન્સ્ટ્રક્શન બિઝનેસનું કામકાજ ઈકબાલ સંભાળે છે. દાઉદના ઘરનું રિનોવેશન તેણે કર્યું હતું જેના માટે મજૂર કાશ્મીરથી બોલાવ્યા હતા. દાઉદના કરાચીના ઘરમાં ઈકબાલ જતો રહેતો હોય છે. ડી-કંપનીઓના આફ્રિકાના કામકાજ તે સંભાળે છે.

કોલ ડિટેલ્સના હિસાબે તાનઝાન્યીમાં રહે છે અને તેનું કુટુંબ પાકિસ્તાનમાં છે. ઈકબાલનો ડ્રાઈવર અને સુપરવાઈઝર મોહસીન પણ તારીકની સંપર્કમાં છે.

અહમદ જમાલ

દાઉદની નજીકનો માણસ કહેવાતો અહમદ જમાલ તેની પુત્રીના લગ્નમાં (2014માં) આવ્યો હતો. દાઉદે આ લગ્નમાં ઈકબાલને પણ બોલાવ્યો હતો. આ લગ્નમાં અહમદ જમાલે માજીદ બાબાને પણ બોલાવ્યો હતો, જે સાઉદી અરેબિયામાં રહે છે. આ માજિદ બાબા છોટા શકીલને સંપર્કમાં છે. માજિદ એક ભારતીય છે.

ફિરોઝ

સિન્ડિકેટનો મહત્વનો વ્યક્તિ ફિરોઝ દુબઈમાં રહે છે અને છોટા શકીલના સંપર્કમાં છે. દાઉદ ગેન્ગનો કવર બિઝનેસ તે સંભાળે છે. તે ઓસિસ ઓઈલ એન્ડ બુલ એલસીસીનું સંચાલન કરતા હોવાના સંકેતો છે. તે સાઉથ ઈન્ડિયન હોવાની સંભાવના છે. તેમ જ ભણેલો પણ લાગે છે. તમીલ, અરેબી, ઈંગ્લિશ અને હિન્દી ભાષા બોલી શકે છે. સૂત્રોના હિસાબે તે નૂર ડાઈમંડ્સનું પણ સંચાલન કરે છે. તે આફ્રિકાથી ડાઈમંડનું સ્મગલિંગ કરે છે.

સિરાજ

પાકિસ્તાનમાં રહેતો સિરાજ દાઉદ, છોટા શકીલ અને તારીકની સંપર્કમાં છે. તેણે તારીકને ફોન કરીને બ્રેકફાસ્ટ પાર્ટીનું આયોજન કરવાનું કહ્યું હતું. (દાઉદના 60માં બર્થડે બાબતે હોઈ શકે છે).

અહમદ

આ છોટા શકીલ માટે કામ કરે છે. વિવિધ બિઝનેસમાંથી તેણે પૈસા એકઠા કરવાનું હોય છે. હાલમાં જ છોટા શકીલે અહમદને એક પ્રોગ્રેસ બાબતે પૂછ્યું તો તેણે કહ્યું કે, કંપનીનો માલિક વિનોદ (કદાચ ડીડી ગ્રુપનો), કંપનીના વરિષ્ઠ અધિકારીઓ જોન અને રાજીવ હાલ મુંબઈમાં નથી. અહમદે આ કંપનીમાં સંતોષ અને સુરેશ નામના કર્મચારી સાથે પણ વાતચિત કરી અને છોટા શકીલને કહ્યું કે, હો ગયા હે. આ સામે છોટા શકીલે કહ્યું કે તે પૂરા પૈસા આપે.

ફહિમ

આ પણ કરાચીમાં છોટા શકીલ સાથે રહેતો હશે એવી સંભાવના છે. એક જવાહર અને રમેશ વચ્ચેના પૈસા બાબતના મતભેદમાં સેટલિંગ કરવા માટે તે શ્યામ કેશવાનીના સંપર્કમાં હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK