Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇરાન-અમેરિકા તણાવ દરમિયાન તેહરાનમાં વિમાન ક્રેશ, 170ના મોત

ઇરાન-અમેરિકા તણાવ દરમિયાન તેહરાનમાં વિમાન ક્રેશ, 170ના મોત

08 January, 2020 01:09 PM IST | Mumbai Desk

ઇરાન-અમેરિકા તણાવ દરમિયાન તેહરાનમાં વિમાન ક્રેશ, 170ના મોત

ઇરાન-અમેરિકા તણાવ દરમિયાન તેહરાનમાં વિમાન ક્રેશ, 170ના મોત


ઇરાનની રાજધાની તેહરાન પાસે મોટું વિમાન અકસ્માત થયો છે. આ વિમાનમાં 170 યાત્રીઓ હતા. અકસ્માતમાં બધાં પ્રવાસીઓનું મૃત્યુ થઈ ગયું છે, હકીકતે, બોઇંગ 737 જેટ ટેકનિકલ સમસ્યાને કારણે ઉડ્ડાણ ભરવાના થોડાંક સમય બાદ જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ઇરાનની સમાચાર એજન્સી ISNAએ માહિતી આપી છે. શરૂઆતની માહિતી પ્રમાણે, ઇરાન સ્થિત ખામેનેઇ એરપોર્ટ પાસે પ્રવાસીઓથી ભરેલ વિમાન ક્રેશ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન યૂક્રેનનું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ 170 પ્રવાસીઓ હતા.

દુર્ઘટના સ્થળ પર હાજર તપાસ દળ
જો કે, આ પહેલા કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં 180 યાત્રીઓ હતા. નાગરિક ઉડ્ડયન પ્રવક્તા રજા જાફરજાદેહે કહ્યું કે તહેરાનના દક્ષિણ-પશ્ચિમ બહારના વિસ્તારમાં દુર્ઘટના સ્થળે એક તપાસ દળ હાજર છે. રાષ્ટ્રીય વિમાન વિભાગની એક તપાસ ટીમને ઘટનાની માહિતી મળતા તરત જ ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી હતી. જો કે, એરલાઇન તરફથી હજી સુધી કોઇ નિવેદન આપ્યું નથી.



પહેલા પણ થયા છે કેટલાક વિમાન અકસ્માત
બોઇંગ 737-800 એક ખૂબ જ સામાન્ય સિંગલ-આઇલ, ટ્વિન-એન્જિન જેટલાઇનર છે જે માધ્યમે ઓછા અંતરની ઉડાનો માટે ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વભરમાં એરલાઇન્સ દ્વારા આ પ્રકારના હજારો વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે. 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં રજૂ કરવામાં આવ્યો, આ બોઇંગ 737 મેક્સની તુલનામાં એક જૂનું મૉડલ છે. જેને બે ઘાતક દુર્ઘટનાઓ બાદ લગભગ 10 મહિના માટે અંડરગ્રાઉંડ રાખવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં 737-800 વિમાન ઘાતક દુર્ઘટનાઓમાં સામેલ રહ્યા છે.


અમેરિકન સૈન્ય સ્થળો પર ઈરાનનો હુમલો...
તો બીજી તરફ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી જાય છે. અમેરિકાની કાર્યવાહી વિરુદ્ધ આજે ઇરાને ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણાંઓ પર એક ડઝનથી વધારે મિસાઇલોથી હુમલો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, બુધવારે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ઇરાકમાંઅમેરિકન ગઠબંધન સેનાના ઠેકાણાંઓ પર રૉકેટ મોકલાવામાં આવ્યા છે. જો કે, હુમલામાં અમેરિકાની આગેવાની વાલી ગઠબંધન સેનાઓને પણ હજી સુધી કોઇ નુકસાનની ખબર નથી.

સમાચાર પ્રમાણે, ઇરાક સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાંઓ પર ડઝનથી પણ બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. હાલ, નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. જણાવીએ કે હુમલો અલ અસદ અને ઇરબિલના બે સૈન્ય ઠેકાણાંઓ પર થયા છે.


આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

ઇરાનમાં ભૂકંપના ઝાટકા અને આ બધાં વચ્ચે ઇરાન પ્રાકૃતિક આપત્તિથી પણ ગ્રસ્ત છે. ઇરાનમાં પરમાણું ઉર્જા સંયંત્ર પાસે 4.9 તીવ્રતાનો ભૂકંપ બુધવારે આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 7.50 વાગ્યે આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 01:09 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK