ચાલુ સર્કસે હુમલો કરનાર સિંહને ટ્રેઇનરે ફરીથી કાબૂમાં લઈને કહ્યાગરો કરી નાખ્યો

યુક્રેઈન | Apr 05, 2019, 08:52 IST

તાજેતરમાં યુક્રેનના લુગાન્સ્ક ટાઉનમાં ચાલી રહેલા એક સર્કસ દરમ્યાન ૩૨ વર્ષના હમાડા કૌટા નામના ઇજિપ્શ્યન ટ્રેઇનર પર તેણે જ ટ્રેઇન કરેલા એક સિંહે ચાલુ સર્કસે હુમલો કરી દીધો.

ચાલુ સર્કસે હુમલો કરનાર સિંહને ટ્રેઇનરે ફરીથી કાબૂમાં લઈને કહ્યાગરો કરી નાખ્યો
સર્કસમાં સિંહે કર્યો હુમલો

સામાન્ય રીતે સર્કસ કે કન્ટ્રોલ્ડ વાતાવરણમાં પણ જંગલી પશુઓ એક વાર બેકાબૂ બને તો એ પછી તેને તાબે કરવાનું અઘરું થઈ જાય છે. આવામાં અડફેટે ચડનાર ટ્રેઇનર કે અન્ય કોઈ પણ માણસનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. તાજેતરમાં યુક્રેનના લુગાન્સ્ક ટાઉનમાં ચાલી રહેલા એક સર્કસ દરમ્યાન ૩૨ વર્ષના હમાડા કૌટા નામના ઇજિપ્શ્યન ટ્રેઇનર પર તેણે જ ટ્રેઇન કરેલા એક સિંહે ચાલુ સર્કસે હુમલો કરી દીધો. સર્કસની રિન્ગમાં ટ્રેઇનરે બે સિંહોને બોલાવ્યા અને બન્નેને એક ટેબલ પર બેસવા માટે કહ્યું. એક સિંહ બેસી ગયો પણ બીજો સિંહ તેને ચીંધવામાં આવેલા ટેબલ પર બેસવાને બદલે રિન્ગમાં દોડ્યો.

lion attacks in circus

ટ્રેઇનરે સોટી પછાડીને તેને ટેબલ ભણી જવા કહ્યું, પણ સિંહભાઈ માન્યા નહીં. ઉલટાનું તે ટ્રેઇનર તરફ દોડ્યો અને બે પગ ઊંચા કરીને તેની પર જ હુમલો કયોર્. ટ્રેઇનર સ્વ-બચાવમાં બે ડગલાં પાછો હટ્યો પણ બીજું એક ટેબલ અથડાતાં તે પડી ગયો અને સિંહ તેની પર ચડી ગયો. એક તરફ હેબતાઈ ગયેલા દર્શકોએ રાડારાડ કરી મૂકી, પણ ટ્રેઇનરે શાંતિ જાળવીને સિંહને એક તરફ ઢાળીને પોતાને નીચેથી સરકાવી લીધો.

આ પણ વાંચોઃ મૃતકો માટે ઘરથી ઘડિયાળ બનાવી આપે છે તાઈવાનની કંપની

એ પછી ફરી સિંહ તેની પર હુમલો કરવાની હિંમત કરે એ પહેલાં જ ટ્રેઇનરે ફરીતી સોટી હાથમાં લઈ લીધી. સિંહ મૂડમાં નથી એ જાણીને તેણે સિંહને ટેબલ પર બેસવાને બદલે પાછા પિંજરામાં જતા રહેવા કહ્યું અને પેલો કહ્યાગરો બનીને જતો રહ્યો. આ ઘટનામાં ટ્રેઇનરને સિંહના પંજાના નહોર અને દાંતથી શરીર પર ઠેર-ઠેર ઊંડાં ઘસરકા પડ્યા હતા. આ ઘટના પછી પણ તેણે એ જ સિંહ સાથે સર્કસ શો કરવાનું ચાલુ રાખ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK