સાચો પ્રેમ મેળવવા માટે યુક્રેનના એક દંપતીનો અનોખો પ્રયોગ ખૂબ ચર્ચામાં આવ્યો છે. આ દંપતીએ વૅલેન્ટાઇન્સ ડેએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે આવતા ત્રણ મહિના સુધી એક પણ ક્ષણ એકમેકથી અલગ નહીં રહીએ. આને માટે બન્ને એકબીજા સાથે હાથકડીમાં ‘કેદ’ રહેશે.
યુક્રેનના કિવ શહેરમાં રહેતાં વિક્ટોરિયા અને ઍલેક્ઝેન્ડર પોતાના અનોખા પ્રયોગ વિશે કહે છે કે અમે આમ કરીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માગીએ છીએ. અમે જોવા માગીએ છીએ કે શું અમે કોઈ પણ મુશ્કેલ સંજોગોમાં સાથે રહી શકીએ છીએ કે નહીં. હાથકડીમાં બંધાયેલા હોવાને કારણે બન્ને દરેક ક્ષણ સાથે રહીને એકબીજાને સંપૂર્ણ સમય આપવા માગે છે. દંપતીનું માનવું છે કે આ સમય દરમ્યાન તેઓ બન્ને એકબીજાની સહાયથી દરેક કામ કરી શકશે, જેનાથી સંબંધ વધુ ગાઢ બનશે.’
જોકે દંપતી માટે આ પડકાર ત્રણ મહિના સુધી પૂર્ણ કરવો સહેલો નથી. પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ કરતી વખતે આ દંપતીને એક વાર સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બન્નેએ નક્કી કર્યું કે તેઓ સાથે મળીને લેડીઝ ટૉઇલેટનો ઉપયોગ કરશે. આને કારણે બન્નેએ કપડાં પસંદ કરવાં પડશે. કોઈકે સંપૂર્ણ ઝિપ કપડાં પહેરવાં પડે છે જેથી બદલવામાં કોઈ તકલીફ ન પડે. દંપતીને વિશ્વાસ છે કે તેઓ આ પડકારને પૂર્ણ કરશે. કપલનો રિયલિટી શો જેવો પડકાર અત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સ્પૅસમાં હૉટેલ ને એમાં બાર-થિયેટર પણ
3rd March, 2021 07:13 ISTલૉકડાઉનમાં 10 વર્ષના આ છોકરાએ ઉડિયામાં 104 પાનાંની રામાયણ લખી
2nd March, 2021 08:23 ISTઇટલી નજીકથી પુરાતત્ત્વવિદોને મળ્યો 2000 વર્ષ જૂનો રથ
2nd March, 2021 07:21 ISTખડકની કિનારીએ ટેન્ટ બાંધીને રાત રહેવાનું યુગલને ભારે પડ્યું
2nd March, 2021 07:21 IST