ભાગેડુ માલ્યાને ભારત લાવવાની આશા વધી, પ્રત્યાર્પણના વિરોધની અરજી ફગાવાઈ

Published: Apr 08, 2019, 18:29 IST | લંડન

ભાગેડુ વેપારી વિજય માલ્યાને બ્રિટનની કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અદાલતે માલ્યાના પ્રત્યાર્પણન વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. એટલે હવે વિજય માલ્યાને ભારત લાવવાની સંભાવના વધી ગઈ છે.

વિજય માલ્યા (ફાઈલ ફોટો)
વિજય માલ્યા (ફાઈલ ફોટો)

ભાગેડુ વેપારી વિજય માલ્યાને બ્રિટનની કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અદાલતે માલ્યાના પ્રત્યાર્પણન વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. એટલે હવે વિજય માલ્યાને ભારત લાવવાની સંભાવના વધી ગઈ છે. આ પહેલા ભારતીય એજન્સીઓએ આ મામલે સતત બ્રિટનની સરકાર પર દબાણ વધાર્યું છે. સીબીઆઈ અને ઈડીએ અદાલતમાં માલ્યા વિરુદ્ધ મજબૂત પૂરાવા રજૂ કર્યા છે.

આ પહેલા વિજય માલ્યાએ પબ્લિક સેક્ટર બેન્કોને નિશાન બનાવી હતી. માલ્યાએ ટ્વિટ કરકીને કહ્યું હતું,'હવે મારું બ્રાન્ડિંગ ચોર તરીકે કરી દેવાયું છે, જે PSU બેન્કના પૈસા લઈને ભાગી ગયો છે. બેન્કોએ પોતાના પૈસાની રિકવરી ખાસ્સી કરી લીધી છે. આ તમામ સેટલમેન્ટ મારા પ્રસ્તાવમાં સામેલ હતા. તમે ગમે તે કરો પરંતુ તમે જખોટા છો. મારી સાથે આવું જ વર્તન થયું છે.'

પાછલા ફેબ્રુઆરી મહિનામાં બ્રિટનના ગૃહ મંત્રીએ વિજય માલ્યાને ભારત મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી જ ભારતીય એજન્સીઓ માલ્યાને ભારત લાવવા પ્રયાસ કરી રહી છે. માલ્યાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એક્ટ અંતર્ગત વિશેષ અદાલતના નિર્ણયને ગત મહિને પડકાર્યો હતો. પાંચ જાન્યુઆરીના આદેશમાં વિશેષ અદાલતે FEO એક્ટ અંતર્ગત માલ્યાને ભાગેડ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ લો બોલો,વિજય માલ્યાએ કહ્યું,'ઉધારના પૈસે જીવી રહ્યો છું જિંદગી'

આ કાયદા અંતર્ગત જો કોઈ વ્યક્તિને ભાગેડુ જાહેર કરવામાં આવે તો ઈડી તેની સંપત્તિ જપ્ત કરી શકે છે. આ પહેલા માલ્યાના વકીલ અમિત દેસાઈએ સુનાવણી કરીને કહ્યું હતું કે સંપત્તિ જપ્ત કરવી એ વધારે પડતા જ કડક પગલાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK