ગુજરાતના વિકાસના મૉડલની લંડનમાં થઈ ભારોભાર પ્રશંસા

Published: 24th September, 2012 05:14 IST

નરેન્દ્ર મોદી સરકારના પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટને ભારતમાં સૌથી શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યોભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનાં છેલ્લાં બે વર્ષની સમીક્ષા માટે લંડનમાં યોજાયેલા એક સેમિનારમાં ગુજરાતના ડેવલપમેન્ટ મૉડલની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. બ્રિટનના ફાઇનૅન્શિયલ સર્વિસ સેક્ટરના સંગઠન સિટી ઑફ લંડન દ્વારા યોજવામાં આવેલા  સેમિનારમાં ગુજરાત સરકારના પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) પ્રોજેક્ટ્સની પ્રશંસા કરવામાં આવી હતી. સિટી ઑફ લંડન દ્વારા સોમવારે રિલીઝ કરવામાં આવેલી સમીક્ષામાં ગુજરાતના પીપીપી મૉડલના માળખાને મજબૂત ગણાવવામાં આવ્યું હતું.

અહેવાલ મુજબ ૧૯૯૯ના ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઍક્ટ રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ માટે સર્વગ્રાહી સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ર્બોડ (જીઆઇડીબી) રાજ્યમાં પીપીપી પ્રોજેક્ટનું સંચાલન કરે છે. રિવ્યુ મુજબ જીઆઇડીબીની પ્રાઇવેટ પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયા નિષ્પક્ષ અને સુઆયોજિત છે. હાલના સમયમાં ગુજરાત રોકાણ કરવા માટેનું ભારતનું સૌથી શ્રેષ્ઠ સ્થળ છે તથા પીપીપી પ્રોજેક્ટ માટે પણ ગુજરાત ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે. લંડનમાં યોજાયેલા સેમિનારમાં ભારત અને બ્રિટનના બિઝનેસ તથા ફાઇનૅન્શિયલ સેક્ટરની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં ડેવલપમેન્ટ ક્રેડિટ બૅન્કના ચૅરમૅન નાસેર મુનજીએ ગુજરાતના વિકાસની પ્રશંસા કરી હતી. ભારત અને બ્રિટન વચ્ચેના કમર્શિયલ સંબંધોને મજબૂત બનાવવા માટે સિટી ઑફ લંડન દ્વારા મુંબઈમાં પણ ઑફિસ શરૂ કરવામાં આવેલી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK