બ્રેક્ઝિટના કારણે બ્રિટન આર્થિક મંદીની ચપેટમાં

Published: Aug 09, 2019, 22:15 IST | Mumbai

વિશ્વની ટોચની ઈકોનોમીમાં શામેલ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી છુટા થવાના લાંબાચાલેલા પ્રકરણને પગલે દેશના અર્થતંત્ર પર ખૂબ જ નકરાત્મક અસર જોવા મળી રહી હતી. શુક્રવારે આવેલ વિકાસ દરના આંકડાએ આ બાબતને યથાર્થ સાબિત કરી છે.

File Photo
File Photo

Mumbai : વિશ્વની ટોચની ઈકોનોમીમાં શામેલ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી છુટા થવાના લાંબાચાલેલા પ્રકરણને પગલે દેશના અર્થતંત્ર પર ખૂબ જ નકરાત્મક અસર જોવા મળી રહી હતી. શુક્રવારે આવેલ વિકાસ દરના આંકડાએ આ બાબતને યથાર્થ સાબિત કરી છે. બ્રેક્ઝિટની અનિશ્ચિત્તાઓને કારણે બ્રિટનનું અર્થતંત્ર પાટા પરથી ઉતરી રહ્યું છે અને મહામંદીના દ્વારે પહોંચ્યું હોવાનું વિશ્લેષકોનું માનવું છે. સાત વર્ષમાં પ્રથમ વખત દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્કટ(GDP) દર નકારાત્મક રહ્યો છે. સરકારી સંસ્થા ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટીક(ONS)ના આંકડા અનુસાર એપ્રિલ-જુન ત્રિમાસિકગાળામાં બ્રિટનનો જીડીપી ગ્રોથ 0.20% ઘટ્યો છે એટલેકે આ સમયગાળામાં દેશના અર્થતંત્રમાં વૃદ્ધિને બદલે અધોગતિ (ડીગ્રોથ) જોવા મળી છે.

બ્રેક્ઝિટના કારણે શેરેસાએ વડાપ્રધાન પદથી રાજીનામું આપ્યું હતું
બ્રેક્ઝિટ ડીલ અંગે કોઈ નક્કર સમાધાન ન નીકળતા દેશના વડાપ્રધાન થેરેસા મેએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતુ. સમગ્ર અનિશ્ચિત્તાઓને ધ્યાને રાખીને જ સર્વેમાં બ્રિટનનો વિકાસ દર આ કવાર્ટરમાં શૂન્ય ટકાની આસપાસ રહેવાનો અંદાજ હતો પરંતુ
, નબળા અર્થતંત્રના સંકેત આપતા GDP દર ફાઈનાન્શિયલ ક્રાઈસિસ બાદ પ્રથમ વખત નેગેટીવ થયો છે. નબળા ડેટાને પગલે પાઉન્ડ યુરો અને ડોલરની સામે તૂટ્યો છે. યુરોની સામે દેશી ચલણ 31 માસના તળિયે અને યુએસ ડોલરની સામે 24 માસના તળિયે પહોંચ્યું છે.

ત્રીજા ક્વાર્ટરમાં પણ બ્રિટનન જીડીપી ગ્રોથ નેગેટીવ રહ્યો

જો વર્તમાન ત્રીજા કવાર્ટરમાં પણ બ્રિટનનો જીડીપી ગ્રોથ નેગેટીવ જ રહ્યો તો દેશમાં સત્તાવાર મંદીની જાહેરાત થવાની આશંકા છે અને માત્ર આર્થિક આંકડા નહિ ઓક્ટોબરની EUમાંથી બ્રિટનની ડેડૅલાઈન પણ નહિ સચાવય તો દેશની આર્થિક, રાજકીય સ્થિરતા પણ જોખમાશે. ONSના જીડીપી હેડ રોબ કેન્ટ સ્મિથે કહ્યું કે 2012 બાદ પ્રથમ વખત દેશના અર્થતંત્રમાં ડીગ્રોથ જોવા મળ્યો છે. અગાઉ બ્રેક્ઝિટની ડેડલાઈન માર્ચ મહિનાની હતી તેથી કંપનીઓએ પુરતા પ્રમાણમાં સ્ટોક ખરીદ્યો હતો અને મજબૂત ગ્રાહક માંગ અને ખર્ચને કારણે પ્રથમ કવાર્ટરમાં GDP દર 0.50% રહ્યો હતો.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

પરંતુ
, બ્રેક્ઝિટ પાછું ઠેલવાતા અને થેરેસા મેના અનિશ્ચિત્તા વધારી છે. જોકે આ સ્થિતિ માત્ર બ્રિટનની નથી. વિશ્વના ટોચના દેશો બ્રિટન, પાકિસ્તાન, શ્રીલંકા અને ભારત જેવા દેશોમાં પણ અર્થતંત્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને યુએસ-ચીન વચ્ચે વધી રહેલ વેપાર યુદ્ધને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. ચીન પર યુએસનું ટેરિફ વોર અને ચીનના આંતરિક અર્થતંત્ર પર વધી રહેલ દેવાનું ભારણ જો ફુગ્ગો બનીને ફૂટશે વિશ્વજગતમાં ફરી મંદીને નોતરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK