લૉકડાઉનમાં ઘરની સફાઈ કરી તો મળ્યો ૯૫ લાખ રૂપિયાનો ઍન્ટિક ટીપૉટ

Published: Sep 11, 2020, 07:27 IST | Mumbai correspondent | Mumbai

આ ટીપૉટની કિંમત લગભગ ૯૫ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું.

લૉકડાઉનમાં ઘરની સફાઈ કરી તો મળ્યો ૯૫ લાખ રૂપિયાનો ઍન્ટિક ટીપૉટ
લૉકડાઉનમાં ઘરની સફાઈ કરી તો મળ્યો ૯૫ લાખ રૂપિયાનો ઍન્ટિક ટીપૉટ

માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં લૉકડાઉન દરમ્યાન મોટા ભાગના લોકોએ ઘરની સાફસફાઈ કરી હતી. સાફસફાઈ દરમ્યાન અનેક એવી ચીજો મળી હશે જે તમારા ઘરમાં છે એ જાણીને આશ્ચર્ય થાય. આવું જ કંઈક ચીનના ૫૧ વર્ષના રિટાયર ભાઈને મળ્યું. તેમને માળિયા પરથી ૧૫ ઇંચનો એક ઍન્ટિક ટીપૉટ મળ્યો છે. આ ટીપૉટ ૧૭૩૫ અને ૧૭૯૯ની વચ્ચેના એટલે કે અઢારમી સદીના ગાળાના શાહી વાઇન પૉટ છે. માળિયા પરથી ટીપૉટ મળ્યો ત્યારે તેની સાચી કિંમતની જાણ ન હોવાથી એ લઈને તે ઑક્શન-હાઉસ પહોંચ્યો. અહીં તેને આ ટીપૉટની કિંમત લગભગ ૯૫ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું.
તેમનું કહેવું હતું કે આ ટીપૉટ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પૂર્વીય દેશમાં ફરજ પર તહેનાત તેમના દાદા ઇંગ્લૅન્ડથી ચીન લાવ્યા હતા, જે તેમની મમ્મીને ખૂબ ગમતો હોવાથી તેઓ હંમેશાં એને શોકેસમાં સજાવીને રાખતાં હતાં. જોકે ૨૦ વર્ષ પહેલાં તેમનું ડેથ થઈ ગયું હોવાથી એ પછી આ વાઇન પૉટ માળિયે જ પડ્યો રહ્યો હતો. નેક્સ્ટ વીકમાં ટીપૉટનું ઑક્શન થશે. એની કિંમતના અંદાજ માટે નિષ્ણાતોનું કહેવું છે કે આ બહુ જૂનો, શાહી અને દુર્લભ પૉટ હોવાથી એના એક લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૯૫ લાખ મળી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK