Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લૅપટૉપને કારણે કપલને સંતાન પેદા કરવામાં થતો હતો પ્રૉબ્લેમ

લૅપટૉપને કારણે કપલને સંતાન પેદા કરવામાં થતો હતો પ્રૉબ્લેમ

07 November, 2012 06:18 AM IST |

લૅપટૉપને કારણે કપલને સંતાન પેદા કરવામાં થતો હતો પ્રૉબ્લેમ

લૅપટૉપને કારણે કપલને સંતાન પેદા કરવામાં થતો હતો પ્રૉબ્લેમ






બ્રિટનમાં એક કપલ એટલા માટે સંતાન પેદા કરવામાં પ્રૉબ્લેમ થતો હતો, કારણ કે હસબન્ડ લૅપટૉપ વાપરતો હોવાથી તેના સ્પર્મ ડૅમેજ થઈ જતા હતા. ઇલેક્ટ્રિશ્યનનું કામ કરતો ૩૦ વર્ષનો સ્કોડ રીડની વાઇફ લોરા અનેક પ્રયાસો છતાં પણ પ્રેગ્નન્ટ થઈ શકતી ન હતી. બાદમાં જ્યારે ડૉક્ટરોએ તેમને કહ્યું કે લૅપટૉપ યુઝ કરવાની સ્કોટના આદતને કારણે તેના સ્પર્મને નુકસાન પહોંચતું હતું ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. ડૉક્ટરોને મતે લૅપટૉપની ગરમીને કારણે સ્કોટના સ્પર્મ ડૅમેજ થઈ જતા હતા. ડૉક્ટરોના આ તારણ બાદ સ્કોટે લૅપટૉપને ખોળામાં નહીં પણ ટેબલ પર રાખીને વાપરવાનું શરૂ કર્યું હતું એ પછી ત્રણ જ મહિનામાં તેની વાઇફ લોરા પ્રેગ્નન્ટ થઈ હતી.


બ્રિટનની હૅમ્પશૉ કાઉન્ટીના ક્લૅનફિલ્ડ ટાઉનમાં રહેતી લોરાનું કહેવું છે કે તેનો પતિ દરરોજ લૅપટૉપ ખોળામાં રાખીને કલાકો કંઈક ને કંઈક કર્યા કરતો હતો. ખાસ કરીને ફેસબુક તથા અન્ય કામ માટે તે લૅપટૉપ પર ચોંટી રહેતો હતો. છ મહિના સુધી પ્રયાસો કરતા રહેવા છતાં લોરા પ્રેગ્નન્ટ નહીં થતાં બન્નેએ ડૉક્ટરની મદદ માગી હતી. હૉસ્પિટલમાં કેટલાક ટેસ્ટ બાદ સ્પષ્ટ થયું હતું કે લોરા માતા બનવા માટે સક્ષમ છે અને તેનો પતિ સ્કોટ પણ તંદુરસ્ત સ્પર્મ પેદા કરે છે. જોકે વધુ ઝીણવટપૂર્વકની તપાસમાં ખબર પડી હતી કે સ્કોટના સ્પર્મ હીટિંગને કારણે ડૅમેજ થઈ જતા હતા. માઇક્રોસ્કોપમાં એવું જોઈ શકાતું હતું કે હીટીંગને કારણે તેના સ્પર્મને નુકસાન પહોંચેલું હતું જેને કારણે તે ગતિ કરી શકતા ન હતા. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે હોટેલના કિચનમાં સતત ગરમ વાતાવરણમાં કામ કરતા ઘણા શેફને પણ આ પ્રૉબ્લેમ થતો હોય છે અને લૅપટૉપ પર કામ કરતા રહેવાથી પણ આમ થાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2012 06:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK