બ્રિટનમાં ટૉક ઑફ ધ ટાઉન બન્યો આ અસલી બૅટમૅન
પોલીસ-સ્ટેશનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) કૅમેરામાં આ બૅટમૅનની તસવીર ઝડપાઈ ગઈ હતી. બાદમાં આ તસવીર ઇન્ટરનેટ પર ફરતી થતાં અસલી બૅટમૅન ટૉક ઑફ ધ ટાઉન બન્યો હતો. સમગ્ર બ્રિટનમાં આ બૅટમૅન કોણ છે એની અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે ગઈ કાલે બૅટમૅનનું સસ્પેન્સ ખૂલ્યું હતું. આ બૅટમૅન હકીકતમાં એક રેસ્ટોરાંનો ડિલિવરી-મૅન છે. સ્ટેન વૉર્બી નામના ૩૮ વર્ષના ડિલિવરી-મૅને જસ્ટ ગમ્મત ખાતર બૅટમૅન બન્યો હતો, અને જે ચોરને તેણે પોલીસને સોંપ્યો હતો એ હકીકતમાં તેનો ફ્રેન્ડ હતો.
તસવીર : એએફપી