જાળીમાં ફસાયેલા હંસના બચ્ચાને કાઢતા પિતાએ પાછળથી કર્યો હુમલો,જુઓ વીડિયો

Published: Sep 12, 2020, 20:56 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બ્રિટેનના એક વન્યજીવ બચાવ સંગઠન, વાઇલ્ડલાઇફ એડએ તે સમયે યૂટ્યૂબ પર લખ્યું હતું કે, "હંસ ખૂબ જ સુરક્ષા કરનાર માતા-પિતા છે.

વીડિયોમાંથી લેવામાં આવેલ સ્ક્રીન શૉટ
વીડિયોમાંથી લેવામાં આવેલ સ્ક્રીન શૉટ

સોશિયલ મીડિયા (Social Media) પર હંસ (Swan)નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વ્યક્તિ જે હંસને બચાવી રહી હતી, ત્યારે પિતા હંસે તેના પર હુમલો (Angry Swan Try to Attack on Man) કરી દીધો. 2014માં બ્રિટનમાં આ રેસ્ક્યૂ થયો હતો. વાઇલ્ડલાઇફ એડ કે સાઇમને તારમાં ફસાયેલા બચ્ચાને બચાવ્યો હતો. બ્રિટેનના એક વન્યજીવ બચાવ સંગઠન, વાઇલ્ડલાઇફ એડએ તે સમયે યૂટ્યૂબ પર લખ્યું હતું કે, "હંસ ખૂબ જ સુરક્ષા કરનાર માતા-પિતા છે." કોબ નામના નર હંસ પોતાના બચ્ચાની રક્ષા માટે ખૂબ જ આક્રમક થઈ શકે છે.

સંગઠને કહ્યું કે, "આ વર્ષની શરૂઆતમાં, સાઇમન એક હંસના બચ્ચાને બચાવવા માટે નીકળ્યો હતો જે ટેમ્સ નદી પાસે એક પૂરમાં ફસાઇ ગયો હતો. તેને ખૂબ જ ગુસ્સાવાળા કોબનો સામનો કરવો પડ્યો હતો. જે પોતાના બચ્ચા પાસે કોઇને જવા દેતો નહોતો." વીડિયોના ટાઇટમાં લખ્યું હતું કે, "ગુસ્સાવાળા હંસે સાઇમનની કરી ધોલાઇ"

પશુ કલ્યાણ સંગઠન દ્વારા શૅર કરવામાં આવેલો વીડિયો છ વર્ષ પછી હવે ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ગુસ્સામાં પિતા હંસ પોતાના પંખ ફફડાવી રહ્યો છે અને સાઇમનને મારવાનો પ્રયત્ન કરે છે. પણ તેણે હંસને શાત રાખ્યો અને જ્યાં સુધી તે ત્યાંથી ગયો નહીં જ્યાં સુધી હંસના બચ્ચાને બચાવી લેવામાં ન આવ્યો.

ગુરુવારે ટ્વિટર અકાઉન્ટ "Buiyengebieden" પર શૅર કરવામાં આવેલા વીડિયોને 7.8 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 38 હજારથી વધારે લાઇક્સ અને 3 હજારથી વધારે રિ-ટ્વીટ્સ કરવામાં આવ્યા છે. એક યૂઝરે મસ્તીભર્યા અંદાજમાં લખ્યું છે કે, "આના પછી હંસના બચ્ચાને પોતાની મા પાસેથી લેક્ચર સાંભળવો પડશે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK