નાણાંમત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે તેમણે પર્સનલ ઇનકમ ટેક્સને ઘટાડવા માટે સાંસદો સાથે વાત કરી છે અને તેમની સલાહો લઈ રહે છે. તેમણે કહ્યું કે તેમાં ઘટાડાનો નિર્ણય અને તેના ફાયદાઓને ધ્યાનમાં રાખતાં લેવામાં આવશે, ન ફક્ત આની માટે કે પહેલા સરકારે કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે.
પર્સનલ ઇનકમ ટેક્સના દર વિશે નાણાંમંત્રીનું નિવેદન તે પ્રશ્નના જવાબમાં આવ્યું છે, જે ટીએમસીના નેતા સૌગત રૉય દ્વારા લોકસભામાં કાર્યવાહી દરમિયાન પૂછવામાં આવ્યો હતો.
નાણાંમત્રીએ કહ્યું, 'વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને ઉભરતી અર્થવ્યવસ્થાઓની તુલના કરવી અને પછી આ કહેવું કે તેમણે આયકરની દર ઘટાડી છે તો તમે પણ ઘટાડો, આ ખૂબ જ જુદી-જુદી વસ્તુઓ છે.' તેમણે આગળ કહ્યું કે સરકારે ઇન્ડિવિઝ્યુઅલ કરદાતાઓને સમયે સમયે રાહત આપી છે અને કેટલાય પ્રકારની છૂટ પણ રજૂ કરી છે.
સીતારમણે કહ્યું કે, "હવે કારણકે અમે દેશમાં વધું નિવેશ કરવા માગીએ છીએ, અમે એક પ્રકારની સમતા લાવવા માટે કંપનીઝ એક્ટ હેઠળ આ બધી કંપનીઓને આપ્યો છે અને જો પર્સનલ ઇનકમ ટેક્સની વાત કરીએ, તો આના દરના ઘટાડા વિશે અમે ફક્ત એટલા માટે નહીં વિચારીએ, કારણકે અમે કૉર્પોરેટ ટેક્સમાં આવું કર્યું છે."
આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો
નાણાંમત્રીએ કહ્યું કે તે બધાંનું સમ્માન કરે છે, જે પોતાની આજીવિકા માટે કમાઇ રહ્યા છે અને ટેક્સ ભરી રહ્યા છે અને પોતાના બિઝનેસની સાથે પરિવારનું પણ ધ્યાન રાખી રહ્યા છે. આ માટે પર્સનલ ઇનકમ ટેક્સ તેના ફાયદાઓને ધ્યાનમાં રાખતાં લેવામાં આવશે.
ફોર્બ્સે જાહેર કરી વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી, ભારતના મહિલા પ્રધાનને મળ્યું સ્થાન
Dec 13, 2019, 18:56 ISTસામાન્ય ઇન્વેસ્ટર પણ બૉન્ડમાં કરી શકશે ઇન્વેસ્ટ, Bond ETFને મળી કેબિનેટની પરવાનગી
Dec 04, 2019, 20:22 ISTરાહુલ બજાજજી, આવી વાતોથી રાષ્ટ્રીય હિત ઘવાઈ શકે છે: નિર્મલા સીતારમણ
Dec 03, 2019, 10:19 ISTઆર્થિક સુધારાનો સિલસિલો સતત રહેશે ચાલું- નિર્મલા સીતારમણ
Dec 01, 2019, 14:25 IST