રાજ ઠાકરેની પુત્રીનું ઍક્સિડન્ટ થતાં ઉદ્ધવ પત્ની સાથે ખબર પુછવા દોડ્યા

Published: Nov 03, 2014, 03:15 IST

MNSના અધ્યક્ષ રાજ ઠાકરેની પુત્રી ઉર્વશી ગઈ કાલે સવારે ઍક્સિડન્ટમાં જખમી થતાં તેને માહિમમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મોડી સાંજે રાજ ઠાકરેના પિતરાઈ ભાઈ અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે હૉસ્પિટલ તેની તબિયતની પૂછપરછ કરવા દોડી ગયા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ધબડકા બાદ થાણે જિલ્લામાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવા માટે આજથી રાજ ઠાકરે ત્રણ દિવસની કલ્યાણ-ડોમ્બિવલીની મુલાકાતે જવાના હતા. જોકે દીકરીના ઍક્સિડન્ટને પગલે તેમણે આ ટૂર કૅન્સલ કરી દીધી હતી. ઉર્વશી ગઈ કાલે સવાર સ્કૂટી ચલાવી રહી હતી ત્યારે તેનો ઍક્સિડન્ટ થયો હતો. જોકે એમાં તેને મામૂલી ઈજા થઈ હતી. તેને તરત હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલના ડૉક્ટરોના કહેવા મુજબ તેની તબિયત સારી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK