(સુજિત મહામુલકર)
મુંબઈ, તા. ૧
ઠાકરેપરિવારનાં સૂત્રોએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘જાન્યુઆરીમાં નાશિકમાં આયોજિત પક્ષના મહાઅધિવેશનમાં ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળશે. તેઓ શિવસેનાસુપ્રીમો નહીં, પરંતુ શિવસેના પ્રેસિડન્ટ કહેવાશે.’
રશ્મિ ઠાકરે ‘સામના’નાં નવાં ટ્રસ્ટી
પક્ષનું સુકાન સંભાળતાં પહેલાં પ્રબોધ પ્રકાશનના ટ્રસ્ટીની એક બેઠક મળશે. શિવસેનાનું મુખપત્ર ગણાતું ‘સામના’ દૈનિક પણ આ પ્રકાશનના નામે જ પ્રસિદ્ધ થાય છે. એમાં ટ્રસ્ટી તરીકે ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરેના નામનો પણ સમાવેશ કરવામાં આવશે. ‘સામના’ના તંત્રી તરીકે ઉદ્ધવનું નામ મૂકવામાં આવશે તો સ્થાપક તંત્રી તરીકે બાળ ઠાકરેનું નામ રાખવામાં આવશે. અત્યારે ઉદ્ધવ ઠાકરે, સુભાષ દેસાઈ તથા લીલાધર ડાકેનાં નામ ટ્રસ્ટી તરીકે છે.
મહાલક્ષ્મીના આશીર્વાદ
કોલ્હાપુરમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં બાળ ઠાકરે પણ આશીર્વાદ લેવા જતા હતા. ત્રણ ડિસેમ્બરે પક્ષના પ્રેસિડન્ટ તરીકેની નવી જવાબદારી લેતાં પહેલાં ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે કોલ્હાપુર જઈને મહાલક્ષ્મી માના આશીર્વાદ લેશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર: સૌથી વધુ બેઠક મેળવવા છતાં બીજેપી માટે આગળ કપરાં ચઢાણ
20th January, 2021 12:00 ISTભાંડુપની મીઠાના અગરની જમીન પર અનધિકૃત બાંધકામો હટાવવા ઉદ્ધવ ઠાકરેને અરજ
20th January, 2021 08:12 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઘાડી એકદમ આગળ, પણ ભાજપ સૌથી મોટો પક્ષ
19th January, 2021 09:28 IST