રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણકાર્ય માટે ભૂમિપૂજન સમારોહ વિડિયો-કૉન્ફરન્સ થકી હાથ ધરી શકાય છે.
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ કરાવવા માટે પાંચમી ઑગસ્ટે ભૂમિપૂજન માટે અયોધ્યાની મુલાકાત લે એવી શક્યતા છે. ઈ-ભૂમિપૂજન હાથ ધરી શકાય. ભૂમિપૂજન સમારોહ વિડિયો-કૉન્ફરન્સ મારફત હાથ ધરી શકાય છે. આ આનંદનો પ્રસંગ છે અને લાખો લોકો સમારોહમાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા હશે. શું આપણે કોરોના વાઇરસને ફેલાવા દઈશું? એમ ઠાકરેએ રવિવારે ‘સામના’માં પ્રકાશિત થયેલા તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રામમંદિરનો મુદ્દો સંઘર્ષની પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ કોઈ સામાન્ય મંદિર નથી. આજે આપણે કોરોના વાઇરસ મહામારી સામે લડી રહ્યા છીએ અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ છે. હું સમારોહ માટે અયોધ્યા જઈ શકું છું, પણ લાખો રામભક્તોનું શું? શું તમે તેમને અટકાવશો? તમે વિડિયો-કૉન્ફરન્સ મારફત ઈ-જન્મભૂમિ પૂજન કરી શકો છો, એવું તેમણે સૂચન કર્યું હતું.
દેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં
16th January, 2021 17:20 ISTઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 ISTCO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં
16th January, 2021 14:51 ISTખેડૂતો સાથે સરકારનો મંત્રણાનો નવમો રાઉન્ડ નિષ્ફળ, 19મીએ ફરી મીટિંગ છે
16th January, 2021 12:52 IST