મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેત્વ વાળી સરકારે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી દીધી છે. સરકારના પક્ષમાં 169 ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો છે. તો એમએનએસના ધારાસભ્યોએ મતદાન જ ન કર્યું. સરકારના વિપક્ષમાં પણ એક વોટ કરવામાં આવ્યો. વોટિંગ દરમિયાન કુલ 4 ધારાસભ્યો ન્યૂટ્રલ રહ્યા.
ત્યાં જ, સદનની કાર્યવાહી શરૂ થતા જ હંગામાં થઈ ગયો. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે સત્રમાં નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વિધાનસભાનું સત્ર વંદે માતરમ વગર શરૂ કરવામાં આવ્યું, જે સદનના નિયમોનું ઉલ્લંઘન છે. ત્યાં, પ્રોટેમ સ્પીકર દિલીપ પાટિલે કહ્યું કે ગવર્નરે આ સત્રની મંજૂરી આપ્યો છે અને નિયમ અનુસાર જ તેની શરૂઆત કરવામાં આવી છે.
ભાજપના સભ્યોએ કર્યું સદનમાંથી વૉકઆઉટ
આ વચ્ચે ભાજપના સભ્યોએ સદનમાંથી વૉકઆઉટ કર્યું છે અને સદન બહાર નારેબાજી કરી. દેવેન્દ્ર ફડણવીસે સદનમાંથી બહાર આવીને કહ્યું કે આ સત્ર ગેરકાયદે છે. પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ પણ ગેરકાયદે હતી.
મૂડીરોકાણકારોને દૂર ભગાડે છે ઉદ્ધવ ઠાકરે : ફડણવીસ
Dec 11, 2019, 11:36 ISTશિવસેનાના સવાલના જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા ખરડાને ટેકો નહીં મળે : ઉદ્ધવ
Dec 11, 2019, 10:48 ISTવિજય કોનો? બારામતીના બાજીરાવનો?
Dec 08, 2019, 14:22 ISTપોલીસ વડાની વાર્ષિક પરિષદ માટે નરેન્દ્ર મોદી આજે પુણેમાં
Dec 06, 2019, 10:25 IST