Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કાર પાર્કિંગમાં ભારતીય દંપતી વચ્ચે થયો ઝઘડો, પતિએ લઈ લીધો પત્નીનો જીવ

કાર પાર્કિંગમાં ભારતીય દંપતી વચ્ચે થયો ઝઘડો, પતિએ લઈ લીધો પત્નીનો જીવ

11 September, 2019 05:14 PM IST | યૂએઈ

કાર પાર્કિંગમાં ભારતીય દંપતી વચ્ચે થયો ઝઘડો, પતિએ લઈ લીધો પત્નીનો જીવ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


UAEમાં એક ભારતીયે ચાલૂ મારીને પોતાની પત્નીની હત્યા કરી. સ્થાનિક મીડિયા અનુસાર, ગયા સોમવારે અલ કુઓજ વિસ્તારના પાર્કિંગમાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. અને વાત એટલી વધી ગઈ કે 43 વર્ષીય ભારતીયએ પત્ની સી વિદ્યા ચંદ્રનને ચાકૂ મારી દીધું.

ભારતીયની ઓળખ માત્ર યૂસીના રૂપમાં કરવામાં આવી છે. દુબઈમાં રહેતા આ દંપત્તિની 16 વર્ષ અને 5 વર્ષની બે દીકરીઓ છે. જે કેરળમાં નાના-નાની સાથે રહે છે.

વિદ્યા ઓણમ પર કેરળ આવવાની હતી. તેના મોતના અહેવાલથી તેનો આખો પરિવાર શોકમાં છે.વિદ્યાના ભાઈ વિનયચંદ્રને કહ્યું કે, બે દિવસ પહેલા જ મે એની સાથે વાત કરી હતી. તે ઓણમમાં ઘરે આવવા માટે અને બાળકોને મળવા માટે ઉત્સાહિત હતી. મને વિશ્વાસ નથી થતો કે તે હવે અમારી વચ્ચે નથી.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....



વિનયે એમ પણ જણાવ્યું કે વિદ્યા ઘરેલૂ હિંસાના સ્વીકાર હતી. તેમણે કહ્યું કે, તે માણસ મારી બહેનને લાંબા સમયથી પરેશાન કરતો હતો. મારી બહેને પોલીસમાં ફરિયાદ કરી હતી. બાદમાં કાઉન્સેલિંગથી સંબંધો સારા થઈ રહ્યા હતા. અમને ખબર નહોતી કે તેને મારી દેશે. મહત્વનું છે કે બંને દોઢ વર્ષ પહેલા દુબઈ ગયા હતા. યૂસીએ મોટી લોન લીધી હતી. જેને ચુકવવામાં મદદ કરવા માટે વિદ્યા પણ કેરલમાં પોતાની નોકરી છોડીને દુબઈ જવા માટે તૈયાર થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 05:14 PM IST | યૂએઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK