જપાનમાં શક્તિશાળી તોફાન હગિબીસનો આતંકઃ ૧૪ લોકોનાં મોત

Published: Oct 14, 2019, 12:22 IST | ટોક્યો

જપાનમાં શક્તિશાળી તોફાન હગિબીસનો આતંકથી ૧૪ લોકોનાં મોત થાય છે. તમામ ફ્લાઇટ્‌સ અને ટ્રેન-સર્વિસ બંધ કરાઈ, ઘણાં શહેરોમાં ૧૬ ફુટ પાણી ભરાયાં છે.

જપાનમાં તોફાને મચાવી તબાહી
જપાનમાં તોફાને મચાવી તબાહી

જપાનમાં ૬૦ વર્ષના સૌથી શક્તિશાળી તોફાન હગિબીસે ભારે તારાજી સર્જી છે. ઝડપી હવા અને ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. આ કારણે લગભગ ૧૪ લોકોનાં મોત થયાં છે. જ્યારે ૧૬ લોકો ગુમ છે. માત્ર ૨૪ કલાકમાં જ કેટલીક જગ્યાઓએ ૯૩.૫ સેન્ટીમીટર સુધી વરસાદ થયો છે. તોફાન શનિવારે જપાનના પૂર્વોતર તટ સાથે ટકરાયું હતું. ચિબા, ગુનમા, કનાગાવ અને ફુકુશિમામાં સૌથી વધુ તારાજી થઈ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યાaમુજબ લગભગ ૯૦ લોકોને ઈજાઓ થઈ છે.
જપાનમાં તમામ ફ્લાઇટ્‌સને સ્થગિત કરી દેવાઈ છે. જપાની કંપનીઓએ ૧૯૨૯ આંતરરાષ્ટ્રીય અને નૅશનલ ફ્લાઇટ્‌સને કૅન્સલ કરી દેવાઈ છે. આ ઉપરાંત ટોક્યોમાં તમામ થિયેટર, શોપિંગ મોલ અને કારખાનાં બંધ કરી દેવાયાં છે. લોકોને ઘરમાં જ રહેવાનું સૂચન કરાયું છે.

આ પણ જુઓઃ એન્કરથી એક્ટર સુધી...જાણો મોન્ટુની બિટ્ટુ ફેમ બંસી રાજપૂતની સફરને...

જપાનમાં રગ્બી વર્લ્ડ કપની તમામ મૅચ રદ કરીને ખેલાડીઓને પરત મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ફૉર્મ્યુલા વન રેસ જપાની ગ્રૅન્ડ પ્રીને પણ ટાળી દેવાઈ છે. જપાનના વડા પ્રધાન શિંજો આબેએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. આ તોફાનના એક દિવસ પહેલાં લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દવાઓ પોતાની પાસે રાખવા માટેની સલાહ આપવામાં આવી હતી. આ સાથે જ જપાનના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચીબાના દક્ષિણ-પૂર્વીય કાંઠા પર ૫.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK