ભાઈ લોગ, તમે કયું ફેશ્યલ પસંદ કરશો આમાંથી?

Published: 27th May, 2019 14:06 IST

જેમ સ્ત્રીઓ પોતાના ફેસ અને ત્વચાને નિખારવા અને સુંદર બનાવવા ફેશ્યલ અથવા ક્લીન-અપ કરે છે એમ પુરુષોએ પણ પોતાનો ફેસ અને ત્વચાને નિખારવા ફેશ્યલ અથવા ક્લીન-અપ કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજની જનરેશન તેમના દાદા અને પપ્પાની જેમ હું જેવો દેખાઉં છું એવો જ સારો છું એમ નથી માનતી; પણ હવે એ પણ પોતાનાં આઉટફિટ, સ્ટાઇલ અને દેખાવને લઈને ઘણી પઝેસિવ છે. પોતાના ગ્રૂમિંગ માટે ઘણો સમય પણ આપે છે.

જેમ સ્ત્રીઓ પોતાના ફેસ અને ત્વચાને નિખારવા અને સુંદર બનાવવા ફેશ્યલ અથવા ક્લીન-અપ કરે છે એમ પુરુષોએ પણ પોતાનો ફેસ અને ત્વચાને નિખારવા ફેશ્યલ અથવા ક્લીન-અપ કરી શકે છે. પુરુષો માટે ઘરે બેસીને પોતાની સુંદરતા નિખારવાના ઘરગથ્થુ ઉપાયો પ્રસ્તુત છે.

લીંબુનો રસ : જો તમારી ત્વચા ઑઇલી હશે તો ગરમીમાં એનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. આવી ત્વચા માટે લીંબુ લાભદાયી થાય છે. એક વાટકીમાં લીંબુનો રસ કાઢીને એમાં થોડાં ટીપાં જેતૂન તેલ અને મધ નાખી મિક્સ કરો અને એને ફેસ પર લગાવો, એનાથી તમારી ઑઇલી ત્વચામાં નિખાર આવશે.

સ્ટ્રૉબેરી ફેસપૅક : સ્ટ્રૉબેરી જેટલી ખાવામાં હેલ્ધી છે એટલી જ સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે. સ્ટ્રૉબેરીથી તમે ફેશ્યલ પૅક બનાવી શકો છો. થોડી સ્ટ્રૉબેરીને મસળીને એની પેસ્ટ બનાવો અને એમાં જેતૂનના તેલ અને મધનાં ટીપાં નાખો અને એ પૅકને ચહેરા પર લગાવો અને પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આનાથી તમારી ત્વચા ખીલી ઊઠશે.

ઓટમીલ ફેશ્યલ પૅક : જો તમારી ત્વચા સૂકી હોય તો ઓટમીલ તમારા માટે જ છે. થોડા ઓટમીલને મિક્સરમાં પીસી એેમાં ઉકાળેલું પાણી, મધ અને દહીં મિક્સ કરી એની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ નાખો.

આ પણ વાંચો : જંપસૂટ પહેરીને લગ્ન કરાતાં હશે?

૪. મુલતાની માટીનો ફેસપૅક : અલોવેરા, મુલતાની માટી અને ચપટી હળદર મિક્સ કરી એની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પૅક ચહેરાના છિદ્રોમાં ભરેલી ગંદકીને સાફ કરે છે અને ચહેરાને ફ્રેશ અને ચમકદાર બનાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK