Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ : બે મામાએ ભાણેજને દારૂ પીવડાવી ભોં ટાંકામાં નાખી દીધો

રાજકોટ : બે મામાએ ભાણેજને દારૂ પીવડાવી ભોં ટાંકામાં નાખી દીધો

23 October, 2019 07:30 PM IST | Rajkot

રાજકોટ : બે મામાએ ભાણેજને દારૂ પીવડાવી ભોં ટાંકામાં નાખી દીધો

રાજકોટ :  બે મામાએ ભાણેજને દારૂ પીવડાવી ભોં ટાંકામાં નાખી દીધો


Rajkot : રાજકોટ શહેર ક્રાઇમ શહેરના નામે પણ ઓળખાય છે. જોકે પહેલા કરતા અત્યારે શહેરમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે શહેરના RTO પાછળ નરસિંહ નગરમાં રહેતાં સગર યુવાનને તેના બે કૌટુંબીક મામાએ પોતાની ઘરે ભગીરથ સોસાયટીમાં બોલાવી પહેલા દારૂ પીવડાવી મોજ કરાવ્યા પછી જુના મનદુઃખને કારણે પાવડાના હાથાથી માર મારી બંને હાથ ભાંગી નાંખ્યા હતા. બાદમાં ફળીયાના ભોં ટાંકામાં નાંખી દીધો હતો. પરંતુ બડબડીયા બોલવા માંડતા એક મામાને દયા આવતાં બહાર કાઢી લીધો હતો. દરમિયાન આ યુવાનની પત્ની અને પુત્ર કોઇ મારફત જાણ થતાં આવી જતાં તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


પત્ની અને પુત્રને જાણ થતા દોડી આવી હોસ્પિટલ ખસેડ્યો
આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતો અને આઇશરના ફેરા કરી ગુજરાન ચલાવતો કમલેશ બાબુભાઇ લાખાણી નામનો યુવાન ગત રાત્રે દસેક વાગ્યે સંત કબીર રોડ પર પંચશીલ સ્કૂલ પાછળ ભગીરથ સોસાયટી જેરામ ચોકમાં પોતાના કૌટુંબીક મામા જીણાભાઇ ભગત અને મગનભાઇ સગરને ત્યાં હતો, બંને મામાએ મળી પહેલા દારૂ પીવડાવી મોજ કરાવી અને બાદમાં પાવડાના હાથાથી બેફામ માર મારી બાદમાં પોતાના ઘરના ફળીયાના ભોં ટાંકામાં નાંખી દીધો હતો.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

ધોકાના ઘાથી હાથ ભાંગી ગયા હોય કમલેશ જાતે ટાંકામાંથી બહાર નીકળી ન શકતાં અને બડબડીયા બોલવા માંડતા મગન મામાએ તેને ખેંચીને બહાર કાઢી લીધો હતો. ધમાલ મચી જતાં કમલેશના પરિચીત ભરવાડ યુવાને કમલેશના પત્ની જયશ્રીબેનને બનાવની જાણ કરતાં તે પુત્ર અક્ષય સાથે ભગીરથ સોસાયટીમાં પહોંચ્યા હતાં અને પતિ કમલેશને હોસ્પિટલે ખસેડ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતાં કમલેશનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. કમલેશે કહ્યું હતું કે વર્ષો પહેલા બંને મામા સાથે નજીવી વાતે ઝઘડો થયો હતો. એ બાબતનું મનદુઃખ રાખી ખાર ઉતાર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 07:30 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK