પુણે બાદ કોરોનાની મુંબઈમાં ઍન્ટ્રી : બે પેશન્ટના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ

Published: Mar 12, 2020, 10:23 IST | Mumbai

વેસ્ટર્ન સબર્બમાં રહેતા બે સિનિયર સિટીઝન ૧લી માર્ચે જ દુબઈથી મુંબઈ આવ્યા હતા : ટેસ્ટ બાદ પૉઝિટિવ રિપોર્ટ આવતા કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્‍્મિટ કરાયા : રાજ્યમાં કુલ ૧૦ લોકોને આ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પુણેની પાછળ પાછળ જીવલેણ કોરોના વાઇરસે મુંબઈમાં પણ ઍન્ટ્રી મારી છે. બે દરદીના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને ચિંચપોકલીની કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસીસનો આંકડો ૧૦ પર પહોંચ્યો છે. 

દુબઈથી ૪૦ જણના જૂથ સાથે આવેલું મુંબઈનું કપલ (૭૦ વર્ષના પતિ અને ૬૮ વર્ષની પત્ની) કોરોના વાઇરસના સપાટામાં આવ્યું હતું. અધિકારીના જણાવ્યાપ્રમાણે તેઓ વેસ્ટર્ન સબર્બમાં રહે છે. એમના રિપોર્ટને ચકાસણી માટે પુણે મોકલવી આપવામાં આવ્યા છે. તેમની સાથે દુબઈ ગયેલા ૪૦ લોકોને શોધાઈ રહ્યા હતા. એમાંથી કેટલાક લોકોનો પત્તો લાગ્યા બાદ તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા.

આ પણ વાંચો : કોરોના વાઇરસને લીધે વાલીઓ અને ટીચર્સમાં ગભરાટની લાગણી

તેમની ટેસ્ટ કરાતાં ગઈ કાલે બે જણને કોરોના વાઇરસનું ઈન્ફેક્શન થયું હોવાની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગે આપી હતી. સંબંધિત વિભાગો દ્વારા આ દરદીઓ તેમના સગાંસંબંધીઓ અને તેઓ જેમના સંપર્કમાં આવ્યા હોય તે બધાની માહિતી લઈને તેમની પણ ટેસ્ટ કરાશે એમ મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK