Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરલીની આગમાં મહિલા સહિત બે ફાયર-ફાઇટર જખમી

વરલીની આગમાં મહિલા સહિત બે ફાયર-ફાઇટર જખમી

30 December, 2018 09:10 AM IST |

વરલીની આગમાં મહિલા સહિત બે ફાયર-ફાઇટર જખમી

વરલીમાં આવેલા સાધના હાઉસમાં લાગેલી આગને બુઝાવી રહેલા ફાયર-ફાઇટર્સ.
તસવીર : આશિષ રાજે

વરલીમાં આવેલા સાધના હાઉસમાં લાગેલી આગને બુઝાવી રહેલા ફાયર-ફાઇટર્સ. તસવીર : આશિષ રાજે


ગઈ કાલે મુંબઈમાં બે સ્થળે આગની ઘટના બની હતી. ગઈ કાલે સાંજે પોણાપાંચ વાગ્યે વરલીમાં મહિન્દ્ર ટાવરની પાછળ BDD ચાલની સામે આવેલા ચાર માળના સાધના હાઉસમાં આગ લાગી હતી. બિલ્ડિંગના ભોંયતળિયે રાખવામાં આવેલા કેમિકલ્સ અને મેડિકલના સ્ટૉકને કારણે આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. આગને કાબૂમાં લેવા ૧૪ ફાયર-એન્જિનો કામે લગાડવામાં આવ્યાં હતાં. આગ બુઝાવવાના પ્રયાસમાં એક મહિલા સહિત બે ફાયર-ફાઇટર્સને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પોદાર હૉસ્પિટલ અને KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કમલા મિલ્સ આગ: ખુશ્બૂ ભણસાલીના પરિવારની અનોખી સેવાવૃત્તિ



બીજા બનાવમાં ગઈ કાલે સવારે દસ વાગ્યે કમલા મિલ્સ કમ્પાઉન્ડ નજીક આવેલા બંધાઈ રહેલા એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા પાંચ ફાયર-એન્જિનો કામે લગાડવામાં આવ્યાં હતાં. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 09:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK