અમેરિકામાં હિંસા પછી ટ્રમ્પના અકાઉન્ટ 12 કલાક માટે બંધ, કાયમી બંધની ચેતવણી

Published: 7th January, 2021 12:58 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

હિંસા પછી હવે ટ્વિટર, ફેસબુકે ટ્રમ્પનાં અકાઉન્ટ બ્લોક કરી દીધાં છે. ટ્વિટરે ચેતવણી આપી છે કે ટ્રમ્પે ભવિષ્યમાં નિયમ તોડ્યા તો તેમનું અકાઉન્ટ હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે.

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

અમેરિકન ચૂંટણીમાં પરાજય સ્વીકારવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર નથી અને હવે તેમના સમર્થકોએ બુધવારે કૅપિટલ બિલ્ડિંગમાં એવી હિંસા મચાવી છે કે તેમાં કેટલાક લોકોના નિધન થઈ ગયા છે. આ હિંસા એવા સમયે થઈ જ્યારે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડનને ચૂંટણી જીતવાનો સર્ટિફિકેટ અપાવાનો હતો. ચૂંટણીના નિર્ણયોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ અમેરિકાના કૅપિટલ પરિસરની બહાર ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક લડાઇ થઈ. હિંસા પછી હવે ટ્વિટર, ફેસબુકે ટ્રમ્પનાં અકાઉન્ટ બ્લોક કરી દીધાં છે. ટ્વિટરે ચેતવણી આપી છે કે ટ્રમ્પે ભવિષ્યમાં નિયમ તોડ્યા તો તેમનું અકાઉન્ટ હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે.

ઈન્સ્ટાગ્રામે પણ ટ્રમ્પનું અકાઉન્ટ બ્લોક કર્યું

ફેસબુકે કહ્યું ટ્રમ્પના વિડિયોથી હિંસા ભડકવાનું જોખમ
સંસદના બિલ્ડિંગ (કેપિટલ હિલ)માં હિંસા અને ટ્રમ્પનાં વિવાદાસ્પદ નિવેદનોથી જોડાયેલાં 3 ટ્વીટ પણ હટાવી દેવામાં આવ્યાં છે. આ પહેલાં ફેસબુક અને યુ ટ્યૂબે પણ ટ્રમ્પના વિડિયો રિમૂવ કરી દીધા છે. ફેસબુકના વાઈસ પ્રેસિડન્ટ (ઈન્ટેગ્રિટી) ગુએ રોજેને કહ્યું હતું કે આ ઈમર્જન્સી છે. ટ્રમ્પના વિડિયોથી હિંસા વધારે ભડકી શકે છે.

ટ્રમ્પે કહ્યું હતું ચૂંટણીમાં દગો થયો છે
કેપિટલ હિલમાં હિંસા પછી ટ્રમ્પે ટ્વિટર પર એક મિનિટનો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે તેમના સમર્થકોને કહ્યું હતું કે મને ખબર છે તમે દુઃખી છો. આપણી પાસેથી ચૂંટણી છીનવી લેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં દગો થયો છે, પરંતુ આપણે તેમના હાથની કથપૂતળી ન બની શકીએ. આપણે શાંતિ રાખવાની છે. તમે ઘરે પાછા ફરી જાઓ.

જણાવવાનું કે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડને આ હિંસાને રાજદ્રોહ કહેતા ભીડને તરત પાછાં ફરી જવા કહ્યું. બાઇડને કહ્યું કે, "આથી કોઇ ફરક નથી પડતો કે રાષ્ટ્રપતિ સારો છે કે ખરાબ પણ રાષ્ટ્રપતિના શબ્દનું મૂલ્ય છે. સારું એ જ છે કે તે લોકોને પ્રેરિત કરી શકે છે અને ખરાબ તે છે કે જે લોકોને ઉશ્કેરી શકે છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહી રહ્યો છું કે નેશનલ ટેલીવિઝન પર આવીને પોતાની શપત પૂરી કરે. સંવિધાનનું રક્ષણ કરે અને આ ભીડને છૂટી થવા માગ કરે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK