પ્યાર દોસ્તી હૈ... (પીપલ લાઈવ)

Published: 25th October, 2011 18:18 IST

દિલ્હીમાં જન્મેલા અને મોટા થયેલા બંગાળી અનુજના મતે લગ્ન કરવા માટે લાઇફ-પાર્ટનર બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે અને કેમિસ્ટ્રી, બાયોલૉજી બધું જ એકબીજા સાથે મેળ થાય એ વધારે જરૂરી છે. હાલમાં પોતાના બૅચલરહુડને ખૂબ એન્જૉય કરતા અનુજે ‘મિડ-ડે’ સાથે શૅર કર્યા તેના લગ્ન વિશેના વિચારો.પીપલ લાઈવ - (શાદી કા લડ્ડુ - અર્પણા ચોટલિયા)

‘અગર વો મેરી સબસે અચ્છી દોસ્ત નહીં બન સકતી તો મૈં ઉસસે પ્યાર કર હી નહીં સકતા.’

આ ડાયલૉગ છે ‘બિંદ બનૂંગા ઘોડી ચઢૂંગા’ સિરિયલમાં જયનું પાત્ર ભજવતા અનુજ ઠાકુરનો. દિલ્હીમાં જન્મેલા અને મોટા થયેલા બંગાળી અનુજના મતે લગ્ન કરવા માટે લાઇફ-પાર્ટનર બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે અને કેમિસ્ટ્રી, બાયોલૉજી બધું જ એકબીજા સાથે મેળ થાય એ વધારે જરૂરી છે. હાલમાં પોતાના બૅચલરહુડને ખૂબ એન્જૉય કરતા અનુજે ‘મિડ-ડે’ સાથે શૅર કર્યા તેના લગ્ન વિશેના વિચારો.

આઝાદી ગમે છે

અત્યારે હું બૅચલર છું, કોઈના પ્રેમમાં નથી અને મારી આ આઝાદીને ખૂબ માણી રહ્યો છું. મારી કેટલીયે ફીમેલ ફ્રેન્ડ્સ છે જેમની સાથે હું ફરું છું, પણ હા અફેર નથી. લગ્ન ન થયાં હોય એવા લોકો લગ્ન કરવા માટે લલચાય એવું મારી સાથે નથી બનતું. મારી ફ્રેન્ડ્સ ઘણી છે અને મારા એવા પણ ફ્રેન્ડ્સ છે જેમનાં લગ્ન થઈ ગયાં છે. ઘરે જલ્ાદી નહીં પહોંચું તો બીવી ડાટેંગી, બહાર ખાઈશ તો ઘરે ફૂડ વેસ્ટ થઈ જશે આ બધી વાતોની ચિંતા તેમણે ખૂબ કરવી પડે છે અને હું આ બધા જવાબો આપવા હાલમાં કોઈને બંધાયેલો નથી એ વાતની મને ખુશી છે. મને મારી આ આઝાદી ખૂબ પ્રિય છે.

બ્યુટી નહીં બેસ્ટ ફ્રેન્ડ

લાઇફ-પાર્ટનર બનવાની હશે એ ઓછી ખૂબસૂરત હશે તો ચાલી જશે, પણ જો તે મારી બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેશે તો લાઇફ સફળ થઈ જશે. લાઇફ-પાર્ટનર એવી હોવી જોઈએ જે વગર કહ્યે બધું જ સમજી જાય. જો કોઈ દુકાનમાં શર્ટ લેવા જઈએ તો બન્નેની નજર એક જ શર્ટ પર પડવી જોઈએ એટલે કે બન્નેના વિચારો મળતા હોવા જોઈએ. મારી

લાઇફ-પાર્ટનર મને એવી જોઈએ છે કે મારે એનાથી કંઈ જ છુપાવવું ન પડે. હું તેની સાથે મારી બધી જ વાતો શૅર કરું અને એ એનાથી કમ્ફર્ટેબલ હોય. ઇન શૉર્ટ એક બેસ્ટ ફ્રેન્ડ જોઈએ છે પછી થોડી બ્યુટિફુલ હશે તો સોને પે સુહાગા.

લોકો જલવા જોઈએ

છોકરી ખૂબ બ્યુટી-ક્વીન નહીં હોય તો ઓકે પણ પ્રેઝેન્ટેબલ હોવી જોઈએ. જ્યારે રસ્તા પર તેની સાથે ચાલતો હોઉં ત્યારે બીજા છોકરાઓને ખૂબ જલન થાય એ ખૂબ પ્રાઉડવાળી ફીલિંગ છે.

બિગ ફૅટ વેડિંગ

લગ્ન જીવનમાં એક જ વાર થાય. ઘણાની જિંદગીમાં બે-ત્રણ વાર પણ થાય છે, પણ હું એમાંનો નથી. મારા માટે લગ્ન એટલે વન્સ ઍન્ડ ફૉર ઑલ અને માટે જ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થતાં તામ-જામવાળાં લગ્ન મને ખૂબ ગમશે. મારા મતે તો લગ્ન ફક્ત પાંચ દિવસનું નહીં, પણ મહિનાભરનું સેલિબ્રેશન હોવું જોઈએ. લાઇફમાં જે એક જ વાર કરવાનું છે એ ખૂબ જોરશોરમાં તો કરવું જ જોઈએ.

લવ કે અરેન્જ્ડ

હું જો કોઈના પ્રેમમાં પડીશ તો લવ-મૅરેજ અને જો મારા પેરન્ટ્સ પસંદ કરશે તો એમ. લગ્ન લવ કરીશ કે અરેન્જ્ડ એ તો એ પરિસ્થિતિ જ નક્કી કરશે. જે પણ હોય, એમાં એ બેસ્ટ ફ્રેન્ડવાળી કન્ડિશન તો જોઈશે જ. જો હું કોઈ છોકરીને પસંદ કરીશ તો તે મારા પેરન્ટ્સ મારી ચૉઇસને સ્વીકાર કરશે જ અને મારા પેરન્ટ્સ પસંદ કરશે તો એ હું તે છોકરીને જોઈશ, સમજીશ, જાણીશ અને પછી જ લગ્ન કરીશ; કારણ કે લગ્ન પહેલાં એક-બીજાને ઓળખવું અને સમજવું ખૂબ જરૂરી છે.

લગ્નની સાચી ઉંમર

લગ્ન માટે નંબરવાળી ઉંમર કોઈ મહત્વની નથી. હું ૨૬ વર્ષનો છું અને મારાં લગ્ન નથી થયાં અને મારા પપ્પા જ્યારે ૨૬ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. મને લાગે છે કે લગ્ન માટે ઉંમર નહીં, પણ સમજણ અને બાકી બધી ચીજોની સ્ટેબિલિટી વધારે મહત્વની છે. જ્યારે તમે કરીઅરમાં, ફાઇનૅન્સમાં અને જીવનની બીજી બાબતોમાં એસ્ટાબ્લિશ્ડ હો ત્યારે લગ્ન કરી લેવાં જોઈએ અને હું પણ લગ્ન કરવા માટે એ જ ચીજની રાહ જોઈ રહ્યો છું.

મને એન્જૉય કરવા દે અને પોતે પણ કરે

એ છોકરી ફૅમિલી અને કરીઅર ઓરિયેન્ટેડ બન્ને હોવી જોઈએ. જો ફૅમિલી ગર્લ હશે તો હું ઘરે ખુશ રહીશ અને જો કરીઅર ઓરિયેન્ટેડ હશે તો તે ખુશ રહેશે. તે ખુશ રહેશે તો હું પણ ખુશ રહીશ. લગ્ન ઇન્ડસ્ટ્રીની છોકરી સાથે કરું તો તે મારા શેડ્યુલ અને કામ વિશે જાણતી જ હશે અને જો બીજી ફીલ્ડની હશે તો તેણે આ બધું સમજવું પડશે, કારણ કે ઍક્ટિંગ મારો પહેલો પ્રેમ છે જે હું જીવનમાં ક્યારેય અને કોઈના માટે નહી છોડું. 

લિવ-ઇનની બે બાજુ

જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ લિવ-ઇન રિલેશનશિપના પણ ફાયદા અને ગેરફાયદા છે.

આજ-કાલ ઘણા લોકોનાં લગ્ન વધારે લાંબો સમય ટકતાં નથી. આ માટે જો પહેલાં એ વ્યક્તિ સાથે રહીએ, તેને પ્રેમ કરીએ અને જો લાગે કે આપણે સાથે રહી શકીએ તો લગ્ન માટે આગળ વધી શકાય. લગ્ન વધારે સમય ટકાવી રાખવા માટે લિવ-ઇનમાં રહીને એકબીજાને જાણવું, સમજવું ખોટું નથી; પણ આપણી સંસ્કૃતિમાં આ માન્ય નથી માટે જો તમે લિવ-ઇનમાં રહીને પછી લગ્ન ન કરો તો લોકો તમને જુદી જ નજરે જોશે અને માન્ય નહીં કરે અને આ લિવ-ઇનનો ખૂબ મોટો ગેરફાયદો છે. તમે કંઈ બધાની સાથે રહી-રહીને ટ્રાય ન કરી શકો કે કોણ તમારા માટે સારું છે. માટે જો પ્રેમમાં શ્યૉર હો તો જ લિવ-ઇન માટે આગળ વધો અને ત્યાર બાદ લગ્ન માટેનો વિચાર કરો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK