ટ્રમ્પ તથા મેલેનિયા સાથે આવશે પુત્રી ઇવાન્કા અને જમાઇ પણ

Published: Feb 21, 2020, 18:11 IST | Mumbai Desk | Delhi

ઇવાન્કા એ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્નીનું બીજું સંતાન છે અને તે એક સફળ બિઝનેસ વુમન છે. ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કરનારી ઇવાન્કાને ત્રણ સંતાનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે ભારતની મુલાકાતે તેમની દીકરી ઇવાન્કા ટ્રમ્પ ભારત આવે તેવી વકી છે. આ પહેલાં પણ ઇવાન્કા ભારતનાં પ્રવાસે આવી ચૂકી છે. 2017માં હૈદરાબાદ આવેલી ઇવાન્કા ત્યારે ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવી હતી.
ભારત પ્રવાસમાં પ્રેસિડન્ટ પિતા સાથે આવનારી ઇવાન્કા તથા તેનો પતિ સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હાજર હશે. તેમની સાથે બિઝનેસ પ્રતિનિધિ એનએસએ રોબ્રટ ઓ બ્રાયન, રોબર્ડ લાઇથિઝર, સચિવ સ્ટીવ મનુચીન, કૉમર્સ સચિવ રૉસ અને બજેટ કાર્યાલયનાં ડાયરેક્ટર માઇખ મુલવાને પણ હાજર હશે.
ઇવાન્કાનો ભારત પ્રવાસનો એજન્ડા શું હશે તેની હજી કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. ઇવાન્કાએ પોતે નરેન્દ્ર મોદીની અગાઉ અમુક પ્રસંગે પ્રસંશા કરી છે.
પહેલીવાર ભારત પ્રવાસે આવી રહેલા ટ્રમ્પ માટે ખાસ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે પ્રમાણે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ કરાયો તે જ રીતે આ કાર્યક્રમ અહીં કરવામાં આવી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પને પાંચ સંતાનો છે. ઇવાન્કા ટ્રમ્પ પહેલી પત્નીનું બીજું સંતાન છે અને તે એક સફળ બિઝનેસ વુમન છે. ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કરનારી ઇવાન્કાને ત્રણ સંતાનો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK