Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેસિડેન્ટ પદ છોડતા પહેલા ટ્રમ્પે ચીનને માર્યો આ છેલ્લો ફટકો...

પ્રેસિડેન્ટ પદ છોડતા પહેલા ટ્રમ્પે ચીનને માર્યો આ છેલ્લો ફટકો...

13 November, 2020 07:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રેસિડેન્ટ પદ છોડતા પહેલા ટ્રમ્પે ચીનને માર્યો આ છેલ્લો ફટકો...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


અમેરિકાની પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નો પરાજય થતા આગામી બે મહિનાની અંદર જો બાઈડેન (Joe Biden) શપથ ગ્રહણ કરશે. આમ હજી બે મહિના અમેરિકામાં ટ્રમ્પ સરકાર સત્તા પર છે. પરંતુ જતા જતા પણ ટ્રમ્પે ચીનને છેલ્લો ફટકો માર્યો છે.

ટ્રમ્પ સરકારે એક કાર્યકારી આદેશ બહાર પાડી ચીનની કંપનીઓમાં અમેરિકી રોકાણ  પર પ્રતિબંધ લગાવી દીધા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આપવામાં આવેલા આ આદેશમાં 31 ચીની કંપનીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશ પ્રમાણે એવી ચીની કંપનીઓમાં અમેરિકા દ્વારા રોકાણ નહીં કરવામાં આવે જે કોઈ પણ રૂપમાં ચીનની સેના સાથે જોડાયેલી હોય.



આ નિર્ણય અમેરિકાની રોકાણ પેઢી, પેન્શન ફંડ અને અન્યને 31 ચીની કંપનીઓના શેર ખરીદવા સામે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેને રક્ષા વિભાગ તરફથી ચીની સેના સમર્થીત કંપનીનો કરાર આપવામાં આવ્યો છે.


ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયના કારણે ચીનને ઘણું મોટુ નુકશાન ઉઠાવવાનો વારો આવશે. તેમાં પણ ખાસ કરીને ચાઈના ટેલિકોમ કોર્પ લિમીટેડ, ચાઈના મોબાઈલ લિમીટેડ અને સર્વિલાંસ ડિવાઈસ નિર્માતા Hikvision સૌથી વધારે ગંભીર અસર થશે. આ આદેશ આવનારા વર્ષના 11 જાન્યુઆરી સુધી અમલી રહેશે અને તે બાદ અમેરિકી રોકાણકારોની યાદીમાં ચીની કંપનીઓમાં રોકાણ નહીં કરી શકે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, ચીન પોતાની સેના, ગુપ્તચર તંત્ર અને અન્ય સુરક્ષા એજન્સીઓને મજબુત બનાવવા અને તેના આધુનિકીકરણ માટે ઘણા સમયથી અમેરિકાના નાણાંનો ઉપયોગ કરી રહ્યું હતું. પણ હવે આવું ચાલશે નહીં.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડેનના હાથે મળેલી હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલો પહેલો આ મોટો નિર્ણય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2020 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK