અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો નિર્ણય,WHO સાથે નાતો તોડ્યો, ચીન પર પ્રતિબંધ

Published: May 30, 2020, 11:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે અમેરિકાએ નાતો તોડવાની જાહેરાત કરતા ચીન પર પણ ઘણા પ્રતિબંધો મૂક્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં કોરોનાના સૌથી વધારે કેસથી ખિન્ન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે અમેરિકાએ નાતો તોડવાની જાહેરાત કરતા ચીન પર પણ ઘણા પ્રતિબંધો મૂક્યા છે.

ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે સંબંધ ખતમ કરવાની સાથે સાથે કોરોના મહામારી અંગે દગો આપવા અને હૉંગકૉંગ મામલે ચીન વિરુદ્ધ પ્રતિબંધ મૂકી રહ્યા છે.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું કે તે અમેરિકામાં અધ્યયન કરતાં ચીનના સંશોધકો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. આ લોકો અમેરિકાની સુરક્ષા માટે ગંભીર જોખમ છે. તેની સાથે તે અમેરિકન સ્ટૉક એક્સચેન્જમાં પણ સૂચિબદ્ધ તે ચીની કંપનીઓ પર કાર્યવાહી કરવા જઈ રહ્યા છે જે અમેરિકન કાયદાનું પાલન નથી કરતી.

અમેરિકા આની સાથે જ વ્યાપાર અને પર્યટનના ક્ષેત્રમાં હૉંગકૉંગને મળેલા વિશેષ દરજ્જો પણ પાછો ખેંચવા જઈ રહ્યું છે. ટ્રમ્પે આની સાથે જ ચીનના અમેરિકન હિત સાથે રમવાની છૂટ આફવા માટે પોતાના પૂર્વવર્તી શાસકોની આલોચના પણ કરી છે. તેમણે કહ્યું કે વાતની છૂટ હું નહીં આપું.

જો કે, ટ્રમ્પ દ્વારા ચીન પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને ડેમોક્રેટિક તેમજ રિપબ્લિકન પાર્ટીના નેતાઓને ખૂબ જ સામાન્ય જણાવ્યા છે. ટ્રમ્પે આ દરમિયાન ભારત-ચીન સીમા વિવાદ અંગે કંઇ જ કહ્યું નથી.

WHOને ઘણીવાર ઘેરી ચૂક્યા છે ટ્રમ્પ
કોરોના મહામારીને લઈને ટ્રમ્પે આ પહેલા પણ ડબ્લ્યૂએચઓને ઘેરી ચૂક્યા છે. ટ્રમ્પે તાજેતરમાં જ કોરોના વાયરસ સંકટ પર ગેરજવાબદાર રીતે કામ કરવાનો આરોપ મૂકતાં WHOને આપવામાં આવતી આર્થિક સહાય પણ અટકાવી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોનાના પ્રસારને ઘટાડવાને લઈને WHOની ભૂમિકાની સમીક્ષા નહીં થાય, ત્યાં સુધી તેમના પર આ પ્રતિબંધ લાગેલું રહેશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના કરદાતા ડબ્લ્યૂએચઓને વાર્ષિક 40થી 50 કરોડ ડૉલર આપે છે. જ્યારે ચીન વાર્ષિક લગભગ 4 કરોડ ડૉલર કે તેનાથી પણ ઓછી રકમ આપે છે. ટ્રમ્પે WHO પર પ્રશ્નો ઉઠાવતાં કોરોનાના પ્રકોપમાં પોતાનું કર્તવ્ય નિભાવવામાં તે સંપૂર્ણપણે અસફળ રહ્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK