ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,'ભારત પ્રદૂષણ ફેલાવે છે, અમેરિકાની હવા તો સ્વચ્છ છે'

Published: Jun 06, 2019, 11:38 IST | લંડન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પર નિશાન સાધી રહ્યા છે. ભારતને જીએસપીમાંથી બહાર કર્યા બાદ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈ મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પર નિશાન સાધી રહ્યા છે. ભારતને જીએસપીમાંથી બહાર કર્યા બાદ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારતને પ્રદૂષણ અંગે સમજ નથી પડતી. આ નિવેદન દરમિયાન ટ્રમ્પે રશિયા અને ચીનના પણ નામ લીધા છે. અને પ્રદૂષણ વધારવા બદલ આ ત્રણેય દેશોને જવાબદાર ગણાવ્યા છે.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ બ્રિટનના પ્રવાસે છે. બ્રિટનની મુલાકાત દરમિયાન એક બ્રિટિશન ચેનલને ટ્રમ્પે ઈન્ટરવ્યુ આપ્યો જેમાં ટ્રમ્પે કહ્યું,'ચીન, ભારત, રશિયા અને ઘણાં અન્ય દેશોની હવા સાફ નથી, ત્યાનું પાણી પણ સ્વસ્છ નથી. આ દેશોમાં સ્વચ્છતાની કોઈ સમજ જ નથી. તેમને પોતાની જવાબદારીનો અહેસાસ નથી.'

આ પણ વાંચોઃ સદીઓ જૂનું ચેસનું આ મહોરું 8.7 કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં અમેરિકા કરતા ચીન, રશિયા અને ભારતમાં વાયુ પ્રદૂષણ વધુ દર્શાવાયું છે. જ્યારે અમિરાક વિશ્વમાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરતો અગ્રણી દેશ ગણાય છે.

અમેરિકાએ 2018માં 3.4 ટકા વધુ કાર્બન ડાયોક્સાઈટ્નું ઉત્સર્જન કર્યું હતું. અમેરિકા જળવાયુ પરિવર્તનને લઈ પણ વિવાદમાં આવી ચૂક્યુ છે. 2016માં અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીમાથી છુટુ પડી ચૂક્યુ છે. આ સમજૂતી વિસ્વમાં કાર્બનનુ ઉત્સર્જન ઘટાડીને ગ્લોબલ વોર્મિંગમાં 2 ડિગ્રી સુધી ઘટાડો કરવા માટે કરાઈ હતી. જો કે અમેરિકાએ તે સમજૂતીથી છેડો ફાડી દીધો .રોહડિયમ ગ્રૂપના એક રિપોર્ટ પ્રમઆમે 2018માં અમેરિકાએ 3.4% વધુ કાર્બન ઉત્સર્જન કર્યું છે. તે ગયા 8 વર્ષમાં સૌથી વધારે છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK