Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસે ૮૦૦ પાનાંનો વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવ્યો

પોલીસે ૮૦૦ પાનાંનો વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવ્યો

15 December, 2020 09:57 AM IST | Mumbai
Faizan Khan, Vishal Singh

પોલીસે ૮૦૦ પાનાંનો વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવ્યો

ટીઆરપી કૌભાંડના આરોપીઓને એસ્પ્લાન્ડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારની ફાઈલ તસવીર (તસવીર: સુરેશ કારકેરા)

ટીઆરપી કૌભાંડના આરોપીઓને એસ્પ્લાન્ડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારની ફાઈલ તસવીર (તસવીર: સુરેશ કારકેરા)


ટીઆરપી કૌભાંડની તપાસ ચલાવી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ૮૦૦ પાનાંનો વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવ્યો હતો. આ રિપોર્ટમાં રિપબ્લિક ટીવી સહિતની આરોપી ચૅનલો દ્વારા વિવિધ નાણાકીય ગેરરીતિ થયાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે લૉજિકલ ચૅનલ નંબર (એલસીએન) અને એલસીએન પ્રમોશનની ડ્યુઅલ ફ્રિક્વન્સીના ઉપયોગ મામલે ચાર કેબલ ઑપરેટરોનાં નિવેદન પણ નોંધ્યાં છે.

વચગાળાનો ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ મેળવનાર સીટે તારવ્યું છે કે રિપબ્લિક ટીવીના ટીઆરપી અને વ્યુઅરશિપ એના લૉન્ચિંગના પ્રથમ મહિનાથી જ ઘણાં ઊંચાં હતાં. ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે ફૉરેન્સિક રિપોર્ટનાં તારણો ટીઆરપી સાથે ચેડાં વિશેની થઈ રહેલી તપાસ સંદર્ભના અતિમહત્ત્વના અને સહાયક પુરાવા છે.



‘મિડ-ડે’એ તપાસેલા વચગાળાના ફૉરેન્સિક રિપોર્ટ અનુસાર વધેલા ટીઆરપીને પરિણામે એઆરજી મીડિયા (રિપબ્લિક ટીવી અને રિપબ્લિક ભારતની માલિકી ધરાવતી કંપની)ને ઊંચી આવક માટે સોદો કરવાની તાકાત મળી હતી. વળી તેણે ભાવિ વર્ષોમાં ઊંચી આવક રજૂ કરીને એના શૅરનું મૂલ્ય અત્યંત ઊંચું રાખ્યું હતું. આ ઉપરાંત એઆરજી આર્ટિફિશ્યલ રીતે એની શૅર વૅલ્યુ વધારવામાં, રોકાણ એકત્રિત કરવામાં તથા આ પૈકીનું કેટલુંક ભંડોળ એની પેરન્ટ કંપની થકી એના પોતાના જ શૅર ૩૦૦ ટકા ઊંચા મૂલ્ય પર ખરીદવા માટે વાપરવામાં પણ રોકાયેલી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2020 09:57 AM IST | Mumbai | Faizan Khan, Vishal Singh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK