ટીઆરપી ફૉર્જરી કેસ:રિપબ્લિક ટીવીના CFOને ક્રાઇમ બ્રાન્ચે સમન્સ મોકલ્યું

Published: 10th October, 2020 09:05 IST | Agencies | Mumbai

ગુરુવારે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે પત્રકાર-પરિષદમાં ટીઆરપીના મામલામાં આર રિપબ્લિક ચૅનલનું નામ લીધું હતું, પરંતુ એફઆઇઆરામાં ઇન્ડિયા ટીવીનો ઉલ્લેખ હોવાનો દાવો રિપબ્લિક ચૅનલના અર્નબ ગોસ્વામીએ કરીને કમિશનરને કોર્ટમાં લઈ જવાનું જણાવ્યું હતું.

ટીઆરપી ફૉર્જરી કેસ:રિપબ્લિક ટીવીના CFOને ક્રાઇમ બ્રાન્ચે સમન્સ મોકલ્યું
ટીઆરપી ફૉર્જરી કેસ:રિપબ્લિક ટીવીના CFOને ક્રાઇમ બ્રાન્ચે સમન્સ મોકલ્યું

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગયા ગુરુવારે ટીવી-ચૅનલ્સના ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ્સ (ટીઆરપી)માં ફૉર્જરીના કરેલા પર્દાફાશના અનુસંધાનમાં ચાલતી તપાસના ભાગરૂપે રિપબ્લિક ટીવીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (સીએફઓ)ને પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપ્યો છે.
દરમ્યાન ટીઆરપી ફૉર્જરી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા ફક્ત મરાઠી અને બૉક્સ સિનેમા ચૅનલ્સના માલિકો સહિત ચાર જણને કોર્ટમાં હાજર કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેમને ૧૩ ઑક્ટોબર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ પ્રકારનું ટીઆરપી કૌભાંડ દેશના અન્ય ભાગોમાં પણ ચાલતું હોવાની શંકા મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વ્યક્ત કરી છે.
ગુરુવારે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે પત્રકાર-પરિષદમાં ટીઆરપીના મામલામાં આર રિપબ્લિક ચૅનલનું નામ લીધું હતું, પરંતુ એફઆઇઆરામાં ઇન્ડિયા ટીવીનો ઉલ્લેખ હોવાનો દાવો રિપબ્લિક ચૅનલના અર્નબ ગોસ્વામીએ કરીને કમિશનરને કોર્ટમાં લઈ જવાનું જણાવ્યું હતું.
આ તપાસના અનુસંધાનમાં રિપબ્લિક ટીવીના અકાઉન્ટ્સનું ફૉરેન્સિક ઑડિટ કરવામાં આવશે અને એ ચૅનલની સામે પુરાવા સાથે ચેડાં કરવાનો કેસ નોંધવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ગઈ કાલે રિપબ્લિક ટીવીના પ્રમોટર્સ અને કેટલાક કર્મચારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચનો અખત્યાર સંભાળતા ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ શશાંકના નેતૃત્વમાં રચાયેલી તપાસ-ટુકડીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અને જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસનો પણ સમાવેશ છે.
મુંબઈ પોલીસે બીએઆરસીના સીઈઓ પાસે રિપબ્લિક ટીવી તથા અન્ય ચૅનલ્સના ટીઆરપી ટ્રેન્ડ્સની માહિતી માગી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રિપબ્લિક ટીવીના કેટલાક ઍડ્વર્ટાઇઝર્સને પણ પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા છે.

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK