ઍપલના સર્જકને ૩૫૦૦ એપલ વડે શ્રદ્ધાંજલિ

Published: 31st October, 2011 20:06 IST

આઇફોન માટે ભારે ચાહના ધરાવતા એક આર્ટિસ્ટે તાજેતરમાં સ્ટીવ જૉબ્સને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. કૅનેડામાં મૉન્ટ સેન્ટ હિલેઇર ખાતે ઑલિવિયર લેફેબ્વરે નામના આર્ટિસ્ટે ૩૫૦૦ સફરજન ગોઠવીને સ્ટીવની તસવીર બનાવી હતી. ઍપલના ગાર્ડનમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નૉર્થ અમેરિકાના ૧૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

 

 

ઑલિવિયર આ કૉમ્પિટિશનમાં વિજેતા બન્યો હતો અને તેનું આ ક્રીએશન ગઈ કાલથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK