વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, વાંચો કઈ ટ્રેન થઈ કેન્સલ

Published: Jul 01, 2019, 09:53 IST | મુંબઈ

દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

વરસાદના કારણે રેલ વ્યવહાર પર ભારે અસર
વરસાદના કારણે રેલ વ્યવહાર પર ભારે અસર

ટ્રેનની સ્થિતિ જાણવા માટે વેસ્ટર્ન રેલવેએ ખાસ હેલ્પ ડેસ્ક નંબર જાહેર કર્યા. સુરતથી મુંબઈ સેન્ટ્રલ માટે આ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના પર સંપર્ક તમે કરી શકો છો.


પાલઘરમાં ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેન મોડી થઈ છે. જ્યારે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. બ્રાંદ્રા ટર્મિનસ-સુરત, બોરીવલી-સુરત, વસઈ રોડ-બોઈસર, બાંદ્રા ટર્મિનસ-જયપુર ટ્રેન સંજાણથી આગળ રદ કરવામાં આવી છે. વલસાડ-વાપી ટ્રેન કેન્સલ થઈ છે. સુરત-મુંબઈ સેન્ટ્રલ નવસારી રોકી દેવામાં આવી છે. અમદાવાદ થી મુંબઈ આવતી ટ્રેનો વાપી સુધી જ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નીચે જુઓ મોડી પડનારી અને રદ થનાની ટ્રેનોની યાદી.


પાલઘરમાં પાણી ભરાઈ જતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્ર મેઈલ અને બિકાનેર બાંદ્રા ટર્મિનસ ટ્રેનને તમામ સ્ટેશનો પર હૉલ્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફ્લાઈંગ રાની રદ્દ કરવામાં આવી છે. મુંબઈ સેંટ્રલથી અમદાવાદ જતી ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK