રિલાયન્સ જીઓને ઝટકો

Published: Apr 07, 2017, 03:43 IST

૧૫ દિવસનો મુદતવધારો અને સમર સરપ્રાઇઝ સ્કીમ પાછી ખેંચી લેવાનો આદેશટેલિકૉમ નિયામક ટ્રાઇએ રિલાયન્સ જીઓને મોટો ઝટકો આપ્યો છે. ટ્રાઇએ જીઓને પ્રાઇમ મેમ્બરશિપ માટે ૧૫ દિવસની વધારેલી મુદત અને સમર સરપ્રાઇઝ ઑફર પાછી  ખેંચી લેવાનો આદેશ આપ્યો છે. ટ્રાઇના નિર્ણયને લીધે રિલાયન્સ જીઓએ આ ઑફર પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જીઓએ જાહેર કર્યું છે કે જે ગ્રાહકો આ સ્કીમ માટે ભાડું ભરી ચૂક્યા છે તેઓ આ સ્કીમના મેમ્બર બની રહેશે.

રિલાયન્સે ૩૧ માર્ચે જીઓના યુઝર્સને સરપ્રાઇઝ આપતાં પ્રાઇમ મેમ્બર બનવાની તારીખ ૧૫ એપ્રિલ સુધી વધારી આપી હતી. એ સાથે સમર સરપ્રાઇઝ ઑફર પણ લૉન્ચ કરી હતી. આ ઑફર હેઠળ ૧૫ એપ્રિલ સુધી ૯૯ રૂપિયામાં પ્રાઇમ મેમ્બરશિપ લેનારને અને પહેલું રીચાર્જ ૩૦૩ રૂપિયા અથવા એથી વધુનું કરાવનારને આવતા ત્રણ મહિના સુધી જીઓની પૂર્વવત્ ફ્રી સર્વિસ ઉપલબ્ધ થવાની હતી.

જોકે ટ્રાઇએ વાંધો ઉઠાવ્યા બાદ જીઓએ આ સ્કીમ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ સ્કીમના મેમ્બર ન હો તો તમે આ સ્કીમનો ફાયદો નહીં લઈ શકો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK