ઓક્ટ્રોય અને LBTમુદ્દે વેપારીઓની મીટિંગ, આજે મુખ્ય પ્રધાનને મળશે

Published: 5th November, 2014 03:21 IST

ઑક્ટ્રૉય અને LBTને દૂર કરવા માગણીની સાથે વેપારી અગ્રણીઓ હવે આજે મુખ્ય પ્રધાનને મળશે : ગઈ કાલે તેઓ દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચી પણ ગયેલા, પરંતુ બીજી અર્જન્ટ મીટિંગ ચાલી રહી હોવાથી મેળ ન પડ્યો




રાજ્યમાં BJPની સરકાર આવશે તો ઑક્ટ્રૉય અને લોકલ બૉડી ટૅક્સ (LBT)ને હટાવી દેવામાં આવશે એવી જાહેરાત BJPના નેતાઓએ કરી હોવાથી હવે વેપારીઓની અગ્રણી સંસ્થા ફામ આ માગણીનો અમલ જલદી થાય એવી આશા રાખે છે અને એથી ગઈ કાલે તેમણે નવી મુંબઈમાં ૨૬ સુધરાઈના વેપારી અગ્રણીઓની બેઠક યોજી હતી અને રાત્રે ૧૦ વાગ્યે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા ગયા હતા. જોકે મુખ્ય પ્રધાન અર્જન્ટ મીટિંગમાં વ્યસ્ત હોવાથી વેપારીઓને નહોતા મળી શક્યા, પણ આજે સવારે ૧૦ વાગ્યે ફરીથી વેપારીઓને બોલાવવામાં આવ્યા છે.

વેપારીઓની મીટિંગ વિશે બોલતાં ફામના પ્રમુખ મોહન ગુરનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની તમામ ૨૬ સુધરાઈમાંથી વેપારીઓ આવ્યા હતા અને અમે મુખ્ય પ્રધાનને અભિનંદન આપતો ઠરાવ મંજૂર કર્યો હતો. ઑક્ટ્રૉય અને LBTને જલદીથી હટાવી દેવામાં આવે અને આખા રાજ્યમાં સમાન ટૅક્સ લાવવામાં આવે એ વિશેનો ઠરાવ પણ અમે મંજૂર કર્યો હતો. ઑક્ટ્રૉય અને LBTને હટાવવાની માગણીના આંદોલન વખતે વેપારીઓ સામે થયેલા કેસને પણ સરકાર પાછા ખેંચી લે એવી માગણી કરવામાં આવી હતી. સાંજે અમે દેવેન્દ્ર ફડણવીસનો સમય લીધો હતો અને અમે મળવા માટે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં પહોંચ્યા હતા, પણ તેઓ મીટિંગમાં વ્યસ્ત હોવાથી અને તેમની મીટિંગ રાત્રે બે વાગ્યા સુધી ચાલે એવું હોવાથી અમને આજનો સમય આપ્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK