Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કુલુ ને મનાલીના પ્રવાસે જવાનું હમણાં માંડી વાળજો

કુલુ ને મનાલીના પ્રવાસે જવાનું હમણાં માંડી વાળજો

18 December, 2014 06:41 AM IST |

કુલુ ને મનાલીના પ્રવાસે જવાનું હમણાં માંડી વાળજો

કુલુ ને મનાલીના પ્રવાસે જવાનું હમણાં માંડી વાળજો



kulu-manali



હિમાચલ પ્રદેશ સહિતના ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગઈ કાલે ઉષ્ણતામાન ઘટવાની સાથે ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. કુલુ અને મનાલીના પ્રવાસે નહીં આવવાની વિનંતી હિમાચલ પ્રદેશ સરકારે કરી હતી. આ બન્ને હિલ સ્ટેશન્સમાં ગઈ કાલે સતત પાંચમા દિવસે વીજળી અને પાણીનો પુરવઠો સસ્પેન્ડેડ રહ્યો હતો.

રાજસ્થાનમાં આકરી ઠંડીને કારણે સામાન્ય જનજીવન ગઈ કાલે પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ગાઢ ધુમ્મસને કારણે ૧૪થી વધુ ટ્રેનો નર્ધિારિત સમય કરતાં મોડી દોડી રહી હતી. માઉન્ટ આબુ પર ઠંડીનો પારો એક ડિગ્રી સેલ્સિયસના સ્તરે પહોંચી ગયો હતો. મેદાની વિસ્તારમાંના ચુરુમાં ઉષ્ણતામાન ૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. રાજ્યમાં ઘણે ઠેકાણે ઠંડીનો પારો ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચેના સ્તરે ઊતરી ગયો હતો.

હિમાચલ પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને રાજ્ય સરકારે પ્રવાસીઓ માટે એક ઍડ્વાઇઝરી બહાર પાડી હતી. કુલુ અને મનાલીમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ હિલ સ્ટેશન્સની મુલાકાત નહીં લેવાની સલાહ એ ઍડ્વાઇઝરીમાં પ્રવાસીઓને આપવામાં આવી હતી. 

જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને હરિયાણા તથા પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનો પ્રભાવ વધ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારો ગઈ કાલે ગાઢ ધુમ્મસની લપેટમાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2014 06:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK