Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુપીએ સરકારની આજે અગ્નિપરીક્ષા

યુપીએ સરકારની આજે અગ્નિપરીક્ષા

05 December, 2012 06:50 AM IST |

યુપીએ સરકારની આજે અગ્નિપરીક્ષા

યુપીએ સરકારની આજે અગ્નિપરીક્ષા




સંસદમાં ગઈ કાલે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇને મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી. સુષમા સ્વરાજ અને મુલાયમ સિંહ યાદવ સહિતના નેતાઓએ એફડીઆઇના વિરોધમાં જોરદાર ભાષણ આપ્યું હતું. કૉન્ગ્રેસના સભ્યો દ્વારા વારંવાર વિક્ષેપને કારણે બન્ને ગૃહ એક વખત મોકૂફ રહ્યાં હોવા છતાં બીજેપી, સમાજવાદી પાટી, બીએસપી અને ડાબેરી પક્ષોના નેતાઓએ પોતાનું વલણ રજૂ કરવામાં સફળ રહ્યા હતા. સરકાર માટે હવે આજનો દિવસ વધારે મહત્વનો છે. એફડીઆઇ પરની ચર્ચા આજે પણ ચાલુ રહેશે અને આ સાથે વોટિંગ પણ થશે. બીએસપીએ અગાઉ સરકારના સમર્થનમાં વોટ આપવાનો સંકેત આપ્યો છે, પણ મુલાયમ સિંહની પાર્ટીએ સરકારના સમર્થનમાં વોટ આપવો કે નહીં એ સ્પષ્ટ કર્યું ન હતું.





એફડીઆઇ પર સંસદમાં સંગ્રામ

લોકસભામાં એફડીઆઇ પરની ચર્ચાનો પ્રારંભ વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે કર્યો હતો. ૯૦ મિનિટના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ૨૦૦૨માં મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા ત્યારે તેમણે જ એફડીઆઇનો વિરોધ કર્યો હતો. એફડીઆઇને અત્યંત નુકસાનકારક નિર્ણય ગણાવતાં સ્વરાજે કહ્યું હતું કે ‘હમ આપકો હરાકે નહીં, આપકો મના કે જીતના ચાહતે હૈ.’ સ્વરાજનું કહેવું હતું કે વિશાળ સુપરમાર્કેટનો કૉન્સેપ્ટ પિમના દેશોમાં પણ સફળ થયો નથી ત્યારે સરકાર એવું માને છે કે ભારતમાં એફડીઆઇને કારણે નોકરીઓ પેદા થશે, જે આર્યજનક છે. સ્વરાજે કહ્યું હતું કે ‘એફડીઆઇ પરના વોટિંગમાં હારથી સરકાર ગબડી નહીં પડે, પણ એફડીઆઇનો નિર્ણય રદ થશે.’



સ્વરાજને કૉન્ગ્રેસનો જવાબ

સ્વરાજને જવાબ આપતાં કૉન્ગ્રેસના નેતા કપિલ સિબલે કહ્યું હતું કે જ્યારે એનડીએ સત્તા પર હતી ત્યારે બીજેપીએ એફડીઆઇનું જોરદાર સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એફડીઆઇનો લાભ ખેડૂતો, લઘુ ઉદ્યોગો, યુવાનો અને ગ્રાહકોને મળશે. સિબલે બીજેપી અને ડાબેર પક્ષો પર વેપારીઓના કમિશન એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આરોપ મૂક્યો હતો. 

મુલાયમ સિંહના ચાબખા

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે તેમની સ્પીચમાં કહ્યું હતું કે એફડીઆઇના નિર્ણયની ચૂંટણી પર પણ અસર થશે, જેનો સીધો લાભ બીજેપીને મળશે. તેમણે ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે ગાંધીજી સ્વદેશીના પક્ષધર હતા એટલે ગાંધી અટક ધરાવતાં સોનિયા ગાંધીએ આ નિર્ણય રદ કરવાની તરફેણ કરવી જોઈએ. ડીએમકેએ એફડીઆઇનો વિરોધ કરતો હોવા છતાં પણ સરકારના સર્પોટમાં વોટ આપવાનું એલાન કર્યું હતું. 

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી, બીએસપી = બહુજન સમાજ પાર્ટી, ડીએમકે = દ્રવિડ મુનેત્ર કઝઘમ
Whatsapp-channel Whatsapp-channel

05 December, 2012 06:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK