Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાડા ચાર લાખને પાર

નવ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાડા ચાર લાખને પાર

27 November, 2020 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાડા ચાર લાખને પાર

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ભારતમાં નવ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાડા ચાર લાખને પાર થઈ છે. હાલ દેશમાં 4,55,555 એક્ટિવ કેસ છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 પૉઝિટિવના 43,082 નવા કેસ સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 93,09,787 થઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 492 લોકોએ જુવ ગુમાવતા કોવિડ-19 વાયરસથી થતા કુલ મૃત્યુની સંખ્યા દેશમાં વધીને 1,35,715 થઈ છે.




સૂચિત સમયગાળામાં 39,379 લોકો રિકવર પણ થતા કુલ રિકવર દર્દીઓની સંખ્યા વધીને 87,18,517 થઈ છે. મહારાષ્ટ્રમાં 6,406 નવા કેસ સામે આવ્યા છે, તેમ જ 65 દર્દીઓએ જીવ પણ આ મહામારીથી ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 46,813 થયો છે. 4,815 દર્દીઓ રિકવર પણ થયા હતા, જેથી શહેરમાં કુલ રિકવર દર્દીઓની સંખ્યા વધીને 16,68,538 થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 85,963 છે.


મુંબઈમાં 1147 નવા કેસ સામે આવ્યા છે, તેમ જ 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. શહેરમાં કુલ કેસ 2,79,744 અને કોવિડ-19ના લીધે મૃત્યુ થનારા દર્દીઓની સંખ્યા 10,740 છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1560 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14529 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 185058 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 337, સુરત કોર્પોરેશનમાં 231, વડોદરા કોર્પોરેશનમાં 140, રાજકોટ કોર્પોરેશનમાં 87, પાટણ 64, સુરત 58, રાજકોટ 51, બનાસકાંઠા 41, મહેસાણા 40, વડોદરા 40, ગાંધીનગર 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, પંચમહાલ 29,આણંદ 28, ખેડા 28, જામનગર કોર્પોરેશન 27, મહિસાગર 26 કેસ નોંધાયા હતા. તેમ જ ગુજરાતમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1302 દર્દી સાજા થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2020 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK