ગુજરાતમાં 1 વર્ષમાં 2307 બાળકો થયા ગુમ, જેમાં મોટા ભાગના પ્રેમકરણોથી ગુમ થયા : ગૃહ પ્રધાન

Published: Jul 02, 2019, 20:50 IST | Gandhinagar

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષમાં ગુજરાતમાંથી કુલ 2307 બાળકો ગુમ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે.

ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા
ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા

Gandhinagar : ગુજરાતમાં બાળકો ગુમ થવાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ અંગે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ પ્રશ્ન પુછ્યો હતો. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેના જવાબમાં જણાવ્યું હતું કે એક વર્ષમાં ગુજરાતમાંથી કુલ 2307 બાળકો ગુમ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે.


ગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા
આ અંગેની આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાંથી 431 તથા રાજકોટ શહેરમાંથી 124, રાજકોટ ગ્રામ્યમાંથી 123, ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો ગુમ થયા છે. રાજ્યમાંથી કુલ ગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા છે.

પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વધુમા જણાવ્યું હતું કે
, રાજ્યમાં ગુમ થનાર બાળકોમાં 14થી 18 વર્ષના બાળકોની સંખ્યા વધુ છે અને આ બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થતા હોય છે. ગૃહ રાજ્યમંત્રીના આ ઉત્તર મુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ટીપ્પણી આપી હતી. તેણે કહ્યું હતું કે આ બાળકો અણસમજથી પ્રેમ કરે છે. તેમને પ્રેમથી સુધારવા જોઇએ. તેના માટે માતા-પિતાએ મહત્વની જવાબદારી નિભાવવી પડે. માતા-પિતાએ પોતાના બાળકોને પ્રેમથી સમજાવીને આવા રસ્તે જતા અટકાવવાનો પ્રયાસ કરવો જોઇએ. તથા તેમણે કહ્યું હતું કે આવા કેસમાં સરકારે પણ પગલા ભરવા જોઇએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK