ભારતમાં લગભગ બધા પ્રદેશોમાં રખડતા કૂતરાનો અને કેટલાક પ્રદેશોમાં રખડતા વાંદરાનો ત્રાસ છે. એવી રીતે અમેરિકાના હવાઈ દ્વીપસમૂહના કુવાઈ ટાપુ પર રખડતાં મરઘાંનો ત્રાસ છે. હવાઈ ચિકન અને હવાઈ ચિકન પીત્ઝા માંસાહારીઓમાં મશહૂર છે. પરંતુ એ આઠ ટાપુઓના સમૂહ અને અમેરિકાના હવાઈ સ્ટેટમાં કુવાઈ ટાપુ પર ઠેકઠેકાણે મરઘાં રખડતાં મળે છે.
એ ટાપુ પર પૉલ્ટ્રીમાં સચવાયેલાં ન હોય એવાં મરઘાંનું પ્રમાણ ઘણું વધારે છે. લુંબાહાઈના બીચથી માંડીને વિમાનમથક, ગૅસ-સ્ટેશન્સ, પાર્કિંગ લૉટ્સ વગેરે તમામ સ્થળો પર હરતાંફરતાં મરઘાં જોવા મળે છે. ઉકરડામાંથી કે પર્યટકો ખાદ્ય પદાર્થો ફેંકે એના પર તેમનું ગુજરાન ચાલે છે. સ્થાનિક લોકો કહે છે કે એ વિસ્તારમાં કાનખજૂરા ઘણા થાય છે. પરંતુ રખડતાં મરઘાં એ જંતુઓને ખાઈ જતા હોવાથી એના ત્રાસથી રાહત મળે છે. પરંતુ બીજી બાજુ આખો દિવસ એ મરઘાંની બકબક સાંભળવાની તકલીફ વધારે હોય છે. એ ઉપરાંત ઘાસનાં ચરાણોને અને બગીચાને નુકસાન કરે છે. વર્ષ ૧૯૮૨ અને વર્ષ ૧૯૯૨નાં બે વાવાઝોડાંમાં પૉલ્ટ્રીઝને નુકસાન થતાં ઘણા લોકોએ મરઘા ઉછેરનો ધંધો બંધ કર્યો હતો. તેથી ત્યાર પછી એ ટાપુ પર રખડતાં મરઘાંનો ત્રાસ વધ્યો છે.
નિયોન લાઇટ્સથી આ ક્લાસિક ટૅટૂ ઝળહળી ઊઠે છે
15th January, 2021 09:49 ISTતમારો પાળેલો ડૉગી ખુશ છે, કે ગુસ્સામાં, એ ગળામાં પહેરેલો પટ્ટો કહેશે
15th January, 2021 09:43 ISTજાણો છો સોપારી જેવડું નારિયેળ પણ હોય?
15th January, 2021 09:31 ISTપોતે જીવિત છે એ કોર્ટ સામે પુરવાર કરવા આ બહેન ત્રણ વર્ષથી લડે છે
15th January, 2021 09:29 IST