Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં સોમવારથી રાષ્ટ્રીય નેતાઓને જમાવડો, આ દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર

ગુજરાતમાં સોમવારથી રાષ્ટ્રીય નેતાઓને જમાવડો, આ દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર

05 April, 2019 12:23 PM IST | અમદાવાદ

ગુજરાતમાં સોમવારથી રાષ્ટ્રીય નેતાઓને જમાવડો, આ દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર

પ્રતિકાત્મક ફોટો

પ્રતિકાત્મક ફોટો


લોકસભા ચુંટણી 2019 માટે ઉમેદવારોએ 4 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજથી એટલે કે 5 એપ્રિલથી ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી દિવસ તા.૮ છે. જાહેરનામુ બહાર પડ્યા પછી પ્રથમ અઠવાડીયામાં ફોર્મ ભરવાની અને મનાવવાની પ્રક્રિયામા પૂરૂ થયા બાદ હવે ઉમેદવારો, પક્ષો અને કાર્યકરો પ્રચારને વેગ આપશે. ૨૩મીએ મતદાન છે. આવતા અઠવાડીયાથી પ્રચારની ધબધબાટી શરૂ થશે.

આવતા અઠવાડિયે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો
લોકસભા ચુંટણીને લઇને ગુજરાતમાં આવતા અઠવાડિયામાં સભા, સંમેલન અને રેલી સંબોધવા રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો થશે. ભાજપના નરેન્દ્રભાઈ મોદી
, અમિતભાઈ શાહ, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, કમલનાથ, અશોક ગેહલોત, જયોતિરાદિત્યસિંહ, સચિન પાયલોટ વગેરે પ્રચારમાં આવે તેવા વાવડ છે. રાજયના જુદા જુદા વિસ્તારોમાં સંમેલનો, જાહેર સભાઓ, રોડ શો વગેરેનું આયોજન થશે. સોમવાર પછી પ્રચારનું એક પખવાડીયુ પણ બાકી રહેતુ નથી. તેથી ઉમેદવારો અને નેતાઓ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેશે. રાજયમાં તમામ ૨૬ બેઠકોમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે.

આ પણ જુઓ : 
જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર


સોમવારે બપોર બાદ ગુજરાતમાં ચુંટણીનું સંપુર્ણ ચિત્ર સ્પષ્ટ થશે
સોમવારે બપોર પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.નેતાઓ મતદારોને આકર્ષવા માટે જુદા જુદા વચનો આપી રહ્યા છે. અત્યારે મોટા ભાગે ઉમેદવારોનો લોકસંપર્ક ચાલી રહ્યો છે. ધમાકેદાર પ્રચારની શરૂઆત આવતા અઠવાડીયાથી થશે. તા.૧૦મીએ વડાપ્રધાન મોદી આણંદ અને વ્યારામાં સભા ગજાવવા આવી રહ્યા છે. એક તરફ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે. બીજી તરફ ઉનાળાએ અસલ રંગ પકડ્યો છે. બપોર વચ્ચે કયાંય જાહેર પ્રચાર ન થઈ શકે તેવી સ્થિતિ છે. મતદાનના દિવસે તાપ અને લગ્ન પ્રસંગ અસરકર્તા બને તેવી સંભાવના છે. થોડા દિવસોમાં પ્રચારનું જાજુ કામ પૂરૂ કરવા ઉમેદવારોએ કમર કસી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 12:23 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK